Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

તૌકતે વધુ તાકતવરઃ તબાહીના એંધાણ

કયામતનું કાઉન્ટ ડાઉનઃ થર થર કાંપતુ સૌરાષ્ટ્ર

૧૮પ કિ.મી. સુધીની ઝડપે વિનાશકારી પવન ફુંકાશેઃ ભારે વરસાદના સંજોગો પોરબંદર - મહુવા વચ્ચે રાતના ૮ થી ૧૧ દરમિયાન ટકરાશેઃ હાલ વાવાઝોડુ મુંબઇથી ૧૬૦ કિ.મી. વેરાવળ ર૯૦ કિ.મી દીવથી ર૬૦ દુરઃ વાવાઝોડા સામે તંત્ર ખડેપગે : મોરબી - વાંકાનેર - રાજુલા - જામનગર - જાફરાબાદ - રાજકોટ સહિતના વિસ્તારોમાં હળવો ભારે વરસાદ વરસ્યોઃ પોરબંદર - ઓખા હિતના બંદરો ઉપર ૮ નંબરનું ભયજનક સિગ્નલ

રાજકોટ તા.૧૭ : ''તૌકતે''વાવાઝોડા રૂપી આફત રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકશે અને વાવાઝોડુ વધુ તાકતવર બનતા તબાહીના એંધાણ વર્તાઇ રહ્યા છે.

વાવાઝોડ રૂપી કયામતનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયુ છે. ગઇકાલ સાંજથી ભયાનક પવન ફુંકાતા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના લોકો થર થર ધ્રુજી રહયા છે.

વાવાઝોડાનાં આગમન સાથે જ ૧૮પ કિ.મી. સુધીની ઝડપે વિનાશકારી પવન ફુંકાશે. ભારે વરસાદ ખાબકશે. પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચે આજે રાત્રીના ૮ થી ૧૧ દરમિયાન ટકરાશે.

હાલમાં વાવાઝોડુ મુંબઇથી ૧૬૦ કિ.મી. અને વેરાવળથી ર૯૦ કિ.મી. અને દિવથી ર૬૦ કિ.મી. દુર છે. વાવાઝોડા સામે તંત્ર પડેપગે છે.

વાવાઝોડાના કરંટ રૂપે ગઇકાલે સાંજથી આજે સવાર સુધીમાં અનેક જગ્યાએ હળવો ભારે વરસાદ વરસ્યો છે. મોરબી, વાંકાનેર, રાજુલા, જામનગર, જાફરાબાદ, રાજુલા, રાજકોટ સહિતના વિસ્તારોમાં હળવો ભારે

વરસાદ પડયો હતો.

બંદરો ઉપર ભયજનક સિગ્નલનો મુકવામાં આવ્યા છે. છે. આગામી ર૪ કલાક ભયજનક છે અને માછીરો તથા અગરિયાઓને સલામત સ્થળે ખસેડાયા છે.

સોમવારે સવારથી દરિયો વધુ ગાંડોતુર અને સમુદ્રમાં ૩ મીટર સુધીના મોજ તેની સંભાવના છે. વાવાઝોડાને પગલે માછીમારોને આગામી પાંચ દિવસ માટે દરિયો નહી ખેડવાની સુચના આપવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી ૧૭ ૧૮ મેના વેરી સિવિર સાયકલોનિક સ્ટ્રોમની આગાહી કરવામા આવી છે. આ વાવાઝોડુ ૧૯ મે ના ડિપ્રેશનમાં ફેરવાશે. તા.૧૭ મે ના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ, દિવ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જયારે સૌરાષ્ટ્ર-કચ્છ અને દિવમાં અતિ ભારે  વરસાદ થવાની સંભાવના છે. તેમણે ઉમેર્યુ કે તા.૧૭ અને ૧૮ મી  મે ના રોજ પોરબંદર, ગીર, સોમનાથ, જુનાગઢ, અમરેલી ભરૂચ, આણંદ, દક્ષિણ અમદાવાદ, બોટાદ સુરેન્દ્રનગર, દેવભુમિ દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, દાદરાનગર હવેલીથી  વલસાડ અને નવસારી અને ખેડામાં ૭૦ થી ૧૭પ કિ.મી. સુધીનો પવન રહે એવી સંભાવના છે.

ઓખા

(ભરત રાઇ દ્વારા) ઓખા : ઓખામાં વાવાઝોડાની ચેતવણી બાદ બંદર ઉપર ૮ નંબરનંુ ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી : અરબી સમુદ્રમાં વાવાઝોડું તાઉતે ધીમે-ધીમે સૌરાષ્ટ્ર કચ્છ તરફ આગળ વધી રહ્યું છે.ત્યારે તેની અસર સાંજથી જ વર્તવાની શરુ થઇ ગઈ છે અને તેજ પવન ફૂંકાતા તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો તેમજ વાતાવરણને ધ્યાને લઈને મોરબીના નવલખી બંદરે ભયસુચક ૮ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

મોરબીના નવલખી બંદરના કેપ્ટન કુલદીપસિંહે જણાવ્યું હતું કે હાલ વાવાઝોડા તૌકતેની અસરને કારણે દરિયામાં કરંટ જોવા મળવાની સાથે જ ૫૦ થી ૬૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાતા હાલમાં બંદર ઉપર ૮ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

વાવાઝોડું જયારે દરિયાકાંઠે લેન્ડ થશે ત્યારબાદ અસર ઓછી થશે અને વાવાઝોડા તૌકતેની અસરતળે મોરબી દરિયાકાંઠા વિસ્તારમાં અંદાજે ૮૦ થી ૯૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના વ્યકત કરી હતી. હાલમાં નવલખી બંદર અને મોરબી જીએમબી ઓફીસ ખાતે રાઉન્ડ ધ કલોક કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત હોવાની માહિતી મળી છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડાના ભય વચ્ચે કાલે ગુજરાતના ૧૪ કાલે ગુજરાતના ૧૪ શહેરોમાં મહતમ તાપમાનનો પારો ૪૦ ડીગ્રીને પાર થઇ ગયો હતો.

કયા કેટલી ગરમી

શહેર         મહત્તમ   તાપમાન

અમદાવાદ   ૪૩.પ ડીગ્રી

ડીસા         ૪૧.૮

વડોદરા      ૪ર.ર

સુરત        ૩૯.૪

રાજકોટ      ૪૩.૪

કેશોદ        ૪૧.૬

ભાવનગર   ૩૮.૯

પોરબંદર    ૪૩.૮

વેરાવળ     ૩૪.ર

દ્વારકા        ૩૪.ર

ઓખા        ૩૪.પ

ભુજ         ૪ર.૬

નલીયા      ૪ર.૦

સુરેન્દ્રનગર  ૪૧.૩

ન્યુ કંડલા    ૪૦.૦

કંડલા એરપોર્ટ ૪૩.૪

અમરેલી     ૪ર.ર

ગાંધીનગર  ૪૪.૪

મહુવા       ૩૯.૮

દિવ         ૩૭.૯

વલ્લભ વિદ્યા.  ૪૩.૬

વલસાડ     ૩પ.૦

પોરબંદર ઉપર તોળાતુ જોખમ !

અમદાવાદઃ તૌકત વાવાઝોડુ ભયાનક રીતે સૌરાષ્ટ્રના કાંઠા તરફ આગળ વધી રહ્યુ છેઃ આ વાવાઝોડાને હવામાન ખાતાએ અતિ ભયાનક વાવાઝોડાની સંજ્ઞા આપતા ખળભળાટ મચી ગયો છેઃ પોરબંદર ઉપર આના પગલે ૮ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે, જે દર્શાવે છે કે વાવાઝોડુ ભારે તબાહી મચાવશેઃ પોરબંદરમાં તાકીદે પગલા લેવાયા

(11:14 am IST)