Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

હવે હારશે કોરોના ! DRDOની 2-DG દવા લોન્ચ

પ.બંગાળમાં કોરોનાની જંગ લડવા વધુ એક શસ્ત્ર : દર્દીઓની ઝડપી રિકવરીમાં કરશે મદદ : એન્ટી - કોવિડ મેડિસિનનો પ્રથમ જથ્થો રાજનાથસિંહ - ડો. હર્ષવર્ધનસિંહે કર્યો રિલીઝ

કોરોના વાયરસ સામે લડવા માટે વધુ એક હથિયાર તૈયાર થઈ ગયું છે. 2-DG દવાને આજે લોન્ચ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને રક્ષા મંત્રી રાજનાથ સિંહની સાથે DRDOના વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલી દવા 2-DGને લોન્ચ કરી દીધી છે. આ ખાસ અવસર પર સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે જે દર્દીઓ વઘારે ગંભીર છે તેમને આ દવા નહીં આપવામાં આવે પરંતુ અંદર કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે તેવા દર્દીઓને આ દવા આપવામાં આવશે.

DRDOના વૈજ્ઞાનિકોના રિસર્ચ અને સખત મહેનત બાદ ભારતે કોરોના વિરૂદ્ઘ આ દવા તૈયાર કરી લીધી છે. જેનાથી લોકોને રાહત મળવાની સંપૂર્ણ આશા છે. જણાવી દઈએ કે 2-DG દવાના ૧૦ હજાર ડોઝ પહેલા લોન્ચ કરવામાં આવ્યા છે. DRDOના અધિકારીઓએ જણાવ્યું કે આ દવા દર્દીઓની ઝડપી રિકવરીમાં મદદ કરે છે. અને તેમની ઓકિસજન પર નિર્ભરતાને પણ ખૂબ ઓછી કરે છે. દવા નિર્માતા ભવિષ્યમાં તેનો ઉપયોગ માટે પ્રોડકશનને વધુ ઝડપી બનાવવાનું કામ કરશે. દવા ડોકટર અનંત નારાયણ ભટ્ટની સાથે વૈજ્ઞાનિક ટીમે મળીને બનાવી છે.

આ દવાએ ફેસ ૨ અને ફેસ ૩ના કિલનિકલ ટ્રાયલમાં ખૂબ સારૂ પ્રદર્શન કર્યું છે. મેથી ઓકટોબરની વચ્ચે થયેલા ટ્રાયલમાં દવાએ કોવિડ દર્દીઓ પર કામ કર્યું અને તે સુરક્ષિત પણ રહી. દવાના ઉપયોગથી હોસ્પિટલમાં દાખલ થયા બાદ દિવસો પણ ઓછા થશે અને ઓકિસજન સપોર્ટની જરૂર પણ નહીં રહે. નિષ્ણાંતોનું કહેવું છે કે આ દવા એક પ્રકારે સૂડો ગ્લૂકોઝ મોલેકલ છે. જે કોરોના વાયરસને વધવાથી રોકે છે. આ દવા દુનિયાની એ અમુક દવાઓમાંથી એક છે જે ખાસ કરીને કોવિડને રોકવા માટે બનાવવામાં આવી છે.

ભારતના ઔષધિ મહાનિયંત્રકે ૮ મેએ ડીઆરડીઓ દ્વારા વિકસિત કોવિડ રોધક દવાને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. મોઢા દ્વારા લેવામાં આવતી આ દવાને કોરોના વાયરસના મધ્યમથી ગંભીર દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાની અનુમતી આપવામાં આવી છે. 2-DG દવા પાઉડરના રૂપમાં પેકેટમાં આવે છે જેને પાણીમાં ઓગાળીને પીવાની રહેશે.

(4:21 pm IST)
  • ચક્રવાતી વાવાઝોડું તાઉ-તે આજે મુંબઈ પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, વાવાઝોડું તેના સૌથી ઉગ્ર સ્વરૂપે મુંબઈ પહોંચ્યું છે. આ દરમિયાન અહીં 185 કિમી પ્રતિકલાકની ઝડપથી પવન ફુંકાઈ રહ્યો છે અને ભારે વરસાદ પણ છે. મુંબઈમાં પણ કોરોના વેક્સિનેશન રોકવામાં આવ્યું છે. જરૂર પડી ત્યાં કોરોનાના દર્દીઓને અન્ય જગ્યા પર શિફ્ટ કરવામાં આવ્યા છે. એરપોર્ચ 11થી 2 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. મુંબઈ વર્લી સી લિંકને પણ બંધ કરવામાં આવ્યો છે. હાઈટાઈડની શંકા જાહેર કરવામાં આવી છે. access_time 5:26 pm IST

  • ગુજરાતના ૧૫ જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની જાહેરાત: મહા ભયંકર વાવાઝોડાને લીધે અડધા ગુજરાતમાં વિનાશક કમોસમી વરસાદ પડશે હવામાન ખાતાએ અત્યારે સાંજે પાંચ વાગ્યે જણાવ્યું છે કે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, વલસાડ, નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, ભરૂચ, સુરત, અમદાવાદ, આણંદ, ખેડા અને વડોદરા સહિત કેન્દ્ર શાસિત દીવ, દમણ અને દાદરાનગર હવેલી પંથકમાંમાં ભારેથી અતિભારે વરસાદ પડશે access_time 6:19 pm IST

  • વાવાઝોડું દીવ થી 90કી. મી. દૂર :પોરબંદર માં રાત્રે 8વાગે 70 થી 80 કી. મી. ની ઝડપે પવન ફૂંકાશે :સાંજે 6વાગે પોરબંદર માં 1મી. મી નુ ઝાપટું :30 કી. મી ની ઝડપે ફૂંકાતો પવન :વાવાઝોડા ની સ્પીડ ઘટી :અહેવાલ હેમેન્દ્રભાઈ પારેખ, પોરબંદર. access_time 6:10 pm IST