Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

પરિવારને પ્રશિક્ષિત કરવાનો આ સમય, ડરો નહીં સાવધાની રાખો : મોહન ભાગવત

રાજકોટ,તા. ૧૭: દિલ્હી સ્થિતિ વિવિધ સમાજસેવી અને ધાર્મિક સંસ્થાઓ જેમાં સેવા ભારતી, ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્શ, ઈશા ફાઉન્ડેશન, આર્ટ ઓફ લીવીંગ, સેવા ભારતી વગેરે સંસ્થાઓના બનેલા સંયુકત મંચ 'કોવીડ રિસ્પોન્સ ટીમ'અંતર્ગત ૧૧ મે થી શરૂ થયેલી 'પોઝીટીવીટી અનલીમીટેડ' લેકચર સીરીઝના સમાપન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્યના સરસંઘચાલક શ્રી મોહનજી ભાગવતે વર્તમાન સંકટ પર આજે વ્યાખ્યાન આપ્યું હતું.

મોહનજીએ કહ્યું કે પરિવારને પ્રશિક્ષિત કરવાનો આ સમય છે, માસ્ક પહેરવો, પર્યાપ્ત શારીરિક અંતર જાળવવું સેનીટાઈઝરનો ઉપયોગ, સ્વચ્છતા જાળવવી, પોષ્ટિક આહાર લેવો - આ બધી વાતો ખબર છે પરંતુ આ વાતોથી સાવધાની રાખવી આવશ્યક છે.

મોહનજી ભાગવતે સંદ્ય સ્થાપક ડો. કેશવ બલીરામ હેડગેવારને યાદ કરતા કહ્યું કે ડો. હેડગેવારે એમની કિશોર અવસ્થામાં પ્લેગની મહામારીમાં લોકોની સેવા કરતા કરતા એમના માતા પિતા બંને સ્વર્ગવાસ થયા એ વખતે પુરતી દવાઓ પણ નહોતી પરંતુ એના કારણે એમના મનમાં સમાજ પ્રત્યે નિરાશા આવી નહોતી, પરંતુ આ માતા પિતાના વિયોગના દુખમાંથી સમગ્ર સમાજ પ્રત્યે નિરપેક્ષ આત્મીયતાનો સ્વભાવ બનાવ્યો.

એમણે બ્રિટનના પૂર્વ પ્રધાન મંત્રી ચર્ચિલની એક વાત પણ યાદ કરી ચર્ચીલે કહ્યું હતું કે 'આપણે હારની ચર્ચા કરવામાં રસ નથી ધરાવતા, આપણે જીતવાનું છે સંપૂર્ણ રાષ્ટ્રે જીતવાનું છે'મોહનજી ભાગવતે ઉમેર્યું કે જીતનો સંકલ્પ મહત્વનો છે એટલું જીત મેળવવા કરવા પડતા પ્રયાસના સાતત્યનું મહત્વ છે. પ્રથમ લહેર પૂરી થઇ પછી આપણે ગફલતમાં આવી ગયા, હવે જયારે ત્રીજી લહેરની વાત ચર્ચાઈ રહી છે ત્યારે એનાથી ડરવાનું નથી.

(4:23 pm IST)
  • ભારતીય હવામાન ખાતા દ્વારા અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન ''તૌકતે'' સંદર્ભે જણાવ્યા મુજબ આ વાવાઝોડું આજે બપોરે 4:30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 90 કિ.મી. દૂર સ્થિત છે. ''તૌકતે'' વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 17 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 8 થી 11 કલાક દરમિયાન 155 થી 165 કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શકયતા છે. access_time 6:09 pm IST

  • કાંઈ પણ બનવાનું હોય તો ભલે બને.. પરંતુ માછીમારી તો ચાલુ રાખવી જ પડશે, પેટ કા સવાલ હૈ.. દક્ષિણના સુપ્રસિદ્ધ અખબાર મલયલા મનોરમા માં પ્રસિદ્ધ થયેલ લાજવાબ તસવીર.. access_time 9:29 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે ટેલીફોનિક વાતચીત કરીને ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની સ્થિતિના સામના માટે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે ચર્ચા કરી : વડાપ્રધાને ગુજરાતને આ તૌકતે વાવાઝોડાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદ માટેની તત્પરતા પણ મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં વ્યકત કરી હતી access_time 5:31 pm IST