Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

તાઉતે વાવાઝોડું ગુજરાતના દરિયાં કાંઠે ટકરાયું :હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત : 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી : બે કલાકમાં લેંડફોલની પ્રક્રિયા

કાંઠા વિભાગના 16 ગામોમા સાવચેતીના પગેલ વીજ પુરવઠો બંધ :ઉનામાં ભારે પવનના કારણે 200 જેટલા વૃક્ષો ધારાશાયી થતા વીજ પૂરવઠો ખોરવાયો

અમદાવાદ : તાઉતે વાવાઝોડું ગુજરાતના દરિયાં કાંઠે ટકરાયું છે તેવી હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત થઇ છે સૌરાષ્ટ્રના  4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે આગામી બે કલાકમાં લેંડફોલની પ્રક્રિયા થશે વાવાઝોડું ગુજરાતના 5 જિલ્લા ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લા માં ત્રાટકશે અને તે સમયે વાવાઝોડાની સ્પીડ 175 કિ.મી. પ્રતિ કલાકની હોય શકે છે. અમરેલી જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે.

(9:04 pm IST)