-
આપણી દીકરીઓએ કરી કમાલ : લાગણીશીલ દ્રશ્યો, ૫ કરોડના ઈનામની જાહેરાત access_time 12:29 pm IST
-
ઓએમજી....વેઇટરની એક ભૂલના કારણોસર આ દેશમાં સાત લોકોના જીવ જોખમમાં મુકાયા હોવાની માહિતી access_time 7:26 pm IST
-
મોદી સરકાર વરસીઃ છપ્પરફાડ રાહતો : મધ્યમવર્ગ ખુશ access_time 3:39 pm IST
-
લાંબા સમય બાદ મેદાનમાં પાછા આવતા આત્મવિશ્વાસ થોડો ઓછો થયો હતોઃ જાડેજા access_time 3:39 pm IST
-
વિવાદો બાદ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવતી ફિલ્મ ‘પઠાણ'ના દ્રશ્યોમાં દર્શકોએ 7 ભુલો શોધી કાઢી access_time 6:13 pm IST
-
સાઉથ આફિકામાં ઘરમાં ચાલતી બર્થડે પાર્ટીમાં ઘુસી આવ્યા 2 હુમલાખોર:ઘરના માલિક સહીત અન્ય 8ની હત્યા access_time 7:26 pm IST
-
યુટ્યુબર અરમાન મલિક ત્રીજી પત્ની લઈ આવ્યો! બન્ને પ્રેગનેન્ટ પત્નીઓ ભડકી access_time 10:54 am IST
News of Monday, 17th May 2021
તેલંગાણામાં 18 વર્ષના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ : તેણે પોતાને ઝાડ પર આઈસોલેટ કર્યો
આઇસોલેટ થવા માટે જગ્યા ના હોવાથી તે 11 દિવસ સુધી ઝાડ પર રહ્યો: ઝાડ પર બામ્બુ સ્ટીકથી બેડ બનાવ્યો

નવી દિલ્હી : કોરોનાની બીજી લહેરમાં દેશમાં સતત કેસ વધી રહ્યા છે. તેલંગાણામાં નાલગોંડા જીલ્લામાં આવેલા 18 વર્ષના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેણે પોતાને ઝાડ પર આઈસોલેટ કર્યો. શિવાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેના ઘરના લોકો ડરી ગયા હતા અને ઘરમાં આઇસોલેટ થવા માટે જગ્યા ના હોવાથી તે 11 દિવસ સુધી ઝાડ પર રહ્યો. શિવાએ પરિવારનું વિચારીને તેમનાથી દૂર રહેવાનું વિચાર્યું તેણે ઝાડ પર બામ્બુ સ્ટીકથી બેડ બનાવ્યો. બે ટંકનું જમવાનું તેના પરિવારજનો આપી જતા. તે લેવા માટે પણ તેણે દોરડું રાખ્યું હતું. 11 દિવસ સુધી આ ઝાડ જ તેનું ઘર હતું. તે અહીંયા જ સૂતો અને આખો દિવસ પસાર કરતો.
(11:42 pm IST)