-
આપણી દીકરીઓએ કરી કમાલ : લાગણીશીલ દ્રશ્યો, ૫ કરોડના ઈનામની જાહેરાત access_time 12:29 pm IST
-
ઓએમજી....વેઇટરની એક ભૂલના કારણોસર આ દેશમાં સાત લોકોના જીવ જોખમમાં મુકાયા હોવાની માહિતી access_time 7:26 pm IST
-
મોદી સરકાર વરસીઃ છપ્પરફાડ રાહતો : મધ્યમવર્ગ ખુશ access_time 3:39 pm IST
-
લાંબા સમય બાદ મેદાનમાં પાછા આવતા આત્મવિશ્વાસ થોડો ઓછો થયો હતોઃ જાડેજા access_time 3:39 pm IST
-
વિવાદો બાદ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવતી ફિલ્મ ‘પઠાણ'ના દ્રશ્યોમાં દર્શકોએ 7 ભુલો શોધી કાઢી access_time 6:13 pm IST
-
સાઉથ આફિકામાં ઘરમાં ચાલતી બર્થડે પાર્ટીમાં ઘુસી આવ્યા 2 હુમલાખોર:ઘરના માલિક સહીત અન્ય 8ની હત્યા access_time 7:26 pm IST
-
યુટ્યુબર અરમાન મલિક ત્રીજી પત્ની લઈ આવ્યો! બન્ને પ્રેગનેન્ટ પત્નીઓ ભડકી access_time 10:54 am IST
કેન્દ્રના આદેશ બાદ ગંગા કિનારે યૂપી પોલીસનું સર્ચ ઓપરેશન શરૂ : વધુ 39 મૃતદેહો મળ્યા
વારાણસીમાં સાત, ગાજીપુરમાંથી 15થી 16, ચંદોલીમાં 8 અને બલિયામાં 8 મૃતદેહ મળ્યા

કોરોના સંકટ વચ્ચે ગંગા નદીમાં મળનાર મૃતદેહોને લઈને યૂપી ડીજીપી ઓફિસે લિસ્ટ જાહેર કર્યો છે. અત્યાર સુધી ગંગા નદીના કાંઠાથી 39 લોકોના મૃતદેહો મળી આવ્યા છે. વારાણસીમાં સાત, ગાજીપુરમાંથી 15થી 16, ચંદોલીમાં 8 અને બલિયામાં 8 મૃતદેહ મળ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
નદીમાં મૃતદેહોને પ્રવાહિત કરવાથી રોકવા માટે ઉન્નાવ, બલિયા, ગાજીપુર, વારાણસી, કાનપુર, ફતેહપુરમાં પેટ્રોલિંગ માટે વિશેષ ટીમો મૂકવામાં આવી છે. જ્યારે ગાજીપુરના 18 સ્મશાન ઘાટો પર પેટ્રોલિંગ માટે પીએસી અને સ્થાનિક પોલીસને લગાવવામાં આવી છે. ટોટલ 34 પોલીસ ટીમો તૈનાત કરીને ગંગા પેટ્રોલિંગ કરાવવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના મહામારી સામે દેશની જનતા લાચાર બની ગઈ છે. મોટી સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યાં છે. ગરીબ લોકો પાસે અંતિમ સંસ્કાર કરાવવા જેટલા પૈસા પણ નથી, તેથી તેઓ પોતાના સગા-સંબંધીઓની લાશને ગંગામાં પ્રવાહિત કરી રહ્યાં છે અથવા ગંગા કિનારે દફનાવી રહ્યાં છે. તેવામાં કેન્દ્ર સરકારે યૂપી અને બિહાર સરકારને આદેશ આપ્યો છે કે, મૃતદેહોને નદીઓમાં પ્રવાહિત કરવાથી તત્કાલ રોકવામાં આવે.
આ પહેલા પણ મળેલા 80 જેટલા મૃતદેહોને જેસીબીથી ખાડો ખોદીને દફનાવી દેવામાં આવ્યા હતા. કોરોના મહામારીએ એટલા મોટા પ્રમાણમાં વિનાશ વેર્યો છે કે, ભારતીયોને ચિતા પણ નશીબ થઈ રહી નથી.