Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

કોલકાતા નાઇટ રાઇડર્સને વધુ એક ઝટકો લાગ્યો: અજિંક્ય રહાણે IPL માંથી બહાર

રહાણે ઇજાને કારણે ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસેથી પણ બહાર થઇ શકે

મુંબઈ :કોલકાતા નાઇટ રાઇડર્સને વધુ એક ઝટકો લાગ્યો છે. પેટ કમિન્સ પછી ઓપનર બેટ્સમેન અજિંક્ય રહાણે પણ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. રહાણેને સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂદ્ધ ગત મેચમાં હેમસ્ટ્રિંગ ઇન્જરી થઇ હતી અને તે ફિલ્ડિંગ દરમિયાન મેદાન પર ઉતર્યો નહતો.

અજિંક્ય રહાણેને ગ્રેડ III હેમસ્ટ્રિંગની ગંભીર ઇજાનો સામનો કરવો પડ્યો છે અને તે સોમવારે કોલકાતા નાઇટ રાઇડર્સના બાયો બબલથી બહાર નીકળશે. રહાણેએ આ આઇપીએલની સાત મેચમાં 133 રન બનાવ્યા છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સૂત્રોએ કહ્યુ કે તે બેંગલુરૂમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં રિપોર્ટિંગ કરશે, જ્યા તેને ચાર અઠવાડિયા કરતા વધઉ સમય રિહૈબની જરૂરીયાત હોઇ શકે છે. રહાણે આ ઇજાને કારણે ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસેથી પણ બહાર થઇ શકે છે.

ભારતીય ટેસ્ટ ટીમના પૂર્વ વાઇસ કેપ્ટન પહેલા જ પ્લેઇંગ ઇલેવનમાં પોતાનું સ્થાન ગુમાવી ચુક્યો છે, તેની અને ચેતેશ્વર પૂજારાની જગ્યાએ હનુમા વિહારી અને શ્રેયસ અય્યરે ટીમમાં જગ્યા બનાવી હતી. પૂજારાએ તાજેતરમાં કાઉન્ટી ક્રિકેટમાં ધમાકેદાર અંદાજમાં રન બનાવીને ટીમ ઇન્ડિયામાં વાપસીનો દરવાજો ખખડાવ્યો છે પણ રહાણેની વાપસી અહી મુશ્કેલ જોવા મળી રહી છે. આશા કરવામાં આવી રહી છે કે આ અઠવાડિયે ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસે ટીમની જાહેરાત થઇ શકે છે. ભારત 16 જૂને ઇંગ્લેન્ડ રવાના થશે.

(10:48 pm IST)