Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

મહિલાએ જીભના ૨ ટુકડા કર્યા જેથી તે એકસાથે ૨ ડ્રિંક પી શકે

એક મહિલાને પોતાના શરીરમાં ફેરફાર કરવાનો ખૂબ શોખ હોય છે, આ શોખને કારણે મહિલાએ પોતાની જીભને વચ્‍ચેથી વિભાજીત કરી દીધી છે અને હવે તે એકસાથે જુદી જુદી વસ્‍તુઓ ચાખી રહી છે

નવી દિલ્‍હી તા. ૧૭ : કેલિફોર્નિયાની રહેવાસી બ્રિઆના મેરી શિહાદેહને એક અલગ જ શોખ છે. બ્રિઆના એક ડ્રેડલોક આર્ટિસ્‍ટ છે જેને બોડી મોડિફિકેશનનો શોખ છે, તેણે ઓપરેશન દ્વારા તેની જીભને બે ભાગમાં કાપી નાખી છે.
આ પ્રયાસને કારણે તે હવે એક જ સમયે બે અલગ અલગ વસ્‍તુઓનો સ્‍વાદ ચાખી શકે છે. બ્રિઆના આ શોખને કારણે ઘણી ફેમસ થઈ ગઈ છે, તેના ઈન્‍સ્‍ટાગ્રામ પર ૨ લાખ ૨૮ હજાર ફોલોઅર્સ છે.
તેની જીભને મધ્‍યમાં વિભાજિત કર્યા પછી, બ્રિઆના હવે એક જ સમયે બે જુદી જુદી વસ્‍તુઓનું પરીક્ષણ કરી શકે છે. બ્રાયનાએ તેના ઈન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ પર એક વીડિયો પોસ્‍ટ કર્યો છે. બ્રિઆના તે વીડિયોમાં એક જ સમયે સ્‍પ્રાઈટ (સોફટ ડ્રિંક) અને પાણી પીવાનો પ્રયાસ કરે છે.
વીડિયોમાં કેપ્‍શન આપવામાં આવ્‍યું છે કે ‘તમે પહેલા કયા બે ફલેવર્સ અજમાવશો?' બાદમાં તે વીડિયોમાં બે ડ્રિંક્‍સ એકસાથે બાંધતી જોવા મળે છે.
બ્રિઆના મેરી શિહાદેહ નીચે ઝૂકી જાય છે અને તેની વિભાજીત જીભ વડે એક જ સમયે બંને પીણાંનો સ્‍વાદ લેવાનું શરૂ કરે છે. તેનો સ્‍વાદ ચાખ્‍યા બાદ તેણે વીડિયોના કેપ્‍શનમાં લખ્‍યું, ‘આ મારા મગજમાં વિચિત્ર લાગે છે.' અત્‍યાર સુધીમાં આ વીડિયોને ૨ લાખથી વધુ લોકો જોઈ ચૂક્‍યા છે, સાથે જ આ વીડિયો પર ૧૨ હજારથી વધુ લાઈક્‍સ આવી ચૂકી છે.
મેડિકલ સાયન્‍સ અનુસાર જીભને બે ભાગમાં વિભાજીત કરવી ખૂબ જ ખતરનાક છે અને તેનાથી બ્રેઈન હેમરેજ, ઈન્‍ફેક્‍શન અને નર્વ ડેમેજ થવાનો મોટો ખતરો છે.

 

(11:51 am IST)