Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટનો ઝટકો : ભત્રીજા અભિષેક અને તેની પત્નીની ED દ્વારા પૂછપરછ થઇ શકશે : કોલસાની દાણચોરીના કેસમાં બંગાળ સરકાર દ્વારા EDની તપાસનો વિરોધ કરાયો હતો : કેન્દ્ર સરકાર બદલાનું રાજકારણ ખેલી રહી હોવાનો આક્ષેપ

કોલકાત્તા : બંગાળની સીએમ મમતા બેનર્જી અને તેમની પાર્ટી ટીએમસીને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોલસાની દાણચોરીના કેસમાં સુપ્રીમ કોર્ટે EDને તેના ભત્રીજા અભિષેક અને પત્ની રૂજીરાની પૂછપરછ કરવાની મંજૂરી આપી છે.

બંગાળ સરકાર દ્વારા EDની તપાસનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો. આવી સ્થિતિમાં, કેન્દ્રીય એજન્સીઓ સાથે સંઘર્ષ વચ્ચે સુપ્રીમ કોર્ટનો આ આદેશ બંગાળ સરકાર માટે મોટા આંચકા સમાન છે.

દિલ્હીની એક કોર્ટે અભિષેક બેનર્જીની પત્ની રૂજીરા વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું, જેના પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. તપાસ એજન્સીને સળંગ અનેક સમન્સનો જવાબ ન મળતાં આ સમન્સ જારી કરવામાં આવ્યું હતું. બંગાળ કોલસા કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રૂજીરા બેનર્જીનું નામ પણ સામેલ છે.

નોંધપાત્ર રીતે, તેમના ભત્રીજાને મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીમાં બીજા નંબરના નેતા માનવામાં આવે છે. આવી સ્થિતિમાં EDની તપાસમાં સહકાર આપવાનો આદેશ મમતા બેનર્જી માટે આંચકો સમાન છે. તે કેન્દ્રીય તપાસ એજન્સીઓ પર બદલો લેવાનો આરોપ લગાવી રહી છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(1:13 pm IST)