Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ખબર છે કેળુ કેમ સીધું હોતુ નથી ? જાણીને થશે આશ્ચર્ય ?

કેળુ સૌથી પહેલા લગભગ ૪૦૦૦ વર્ષ પહેલા મલેશિયામાં ઉગ્યું હતું

નવી દિલ્હી,તા.૧૭: કેળા એનર્જીથી ભરપૂર એક ફળ છે, જે લગભગ દરેક સીઝનમાં મળે છે. કેળા એટલા સસ્તા પણ હોય છે કે દરેક કોઇ તેને ખરીદી શકે છે. પરંતુ તમે કયારેય તેની બનાવટ પર ધ્યાન આપ્યું છે? અને શું કયારેય તમારા મનમાં આ પ્રશ્ન થયો છે કે તે વાંકુ કેમ હોય છે? શું કેળું સીધું ન હોઇ શકે? જોકે તેની પાછળ વૈજ્ઞાનિક કારણ છે શરૂઆતમાં જયારે કોઇપણ ઝાડ પર કેળાનું ફળ લાગે છે તો તે ગુચ્છામાં હોય છે. એક કળી જેવું હોય છે, જેમાંથી દરેક પત્ત્।ાની નીચે કેળાનો એક ગુચ્છો હોય છે. સામાન્ય રીતે દેસી ભાષમાં તેને ગૈલ કહેવામાં આવે છે. 

આ પ્રકારે શરૂઆતમં કેળા જમીન તરફ વધે છે, એટલે કે સીધું હોય છે. પરંતુ સાઇસન્સમાં એક પ્રવૃત્ત્િ। હોય છે, જેને કહેવામાં આવે છે Negative Geotropism. તેનો અર્થ છે, તે ઝાડ જે સૂરજ તરફ આગળ વધે છે.

પોતાની આ પ્રવૃત્ત્િ।ના લીધે કેળા પછી ઉપરની તરફ વધવા લાગે છે, જેના લીધે કેળાનો આકાર વાંકો થઇ થઇ જાય છે. સૂરજમુખી પણ એ પ્રકારનો છોડ છે, જેમાં નેગેટિવ જિયોટ્રોપિઝમની પ્રવૃત્ત્િ। થાય છે.

તમારામાંથી ઘણા લોકોને જ કદાચ જ ખબર હશે કે સૂરજમુખીનું ફૂલ હંમેશા સૂરજ ઉગવાની દિશામાં હોય છે અને સાંજ ઢળતા ઢળતાં જેમ જેમ સૂરજ પોતાની દિશા બદલે છે, સૂરજમુખીનું ફૂલ પણ દિશા બદલે છે. તેના લીધે આ ફૂલનું નામ સૂરજમુખી છે, એટલે કે સૂરજની તરફ મુખ.કેળાના બોટનિકલ હિસ્ટ્રીના અનુસાર કેળાનું ઝાડ સૌથી પહેલાં રેનફોરેસ્ટના મધ્યમાં પેદા થાય છે. ત્યાં સૂરજની રોશની ખૂબ ઓછી પહોંચી છે. એટલા માટે કેળાને વિકસિત થવા માટે ઝાડને પોતાને તે માહોલ મુજબ ઢાળી લીધું. એટલા માટે જયારે જયારે સૂરજનો પ્રકાશ આવે, કેળા સૂરજ તરફ આગળ વધવા લાગ્યા. આ પહેલાં જમીન તરફ, પછી આકાશ તરફ મોટું થવાના કારણે કેળાનો આકાર વાંકો થઇ ગયો.

કેળાના ઝાડ અને કેળાને ધાર્મિક દ્વષ્ટિએ એકદમ પવિત્ર ફળ ગણવામાં આવે છે. ચાણકયના અર્થશાસ્ત્રમાં પણ કેળાના ઝાડનો ઉલ્લેખ છે. અજંતા-ઇલોરાની કલાકૃતિઓમાં પણ કેળાના ફોટા મળે છે. એટલા માટે કેળાનો ઇતિહાસ ખૂબ જૂનો છે. માનવામાં આવે છે કે કેળા સૌથી પહેલાં લગભગ ૪૦૦૦ વર્ષ પહેલાં મલેશિયામાં ઉગ્યું હતું અને પછી આ દુનિયામાં ફેલાઇ ગયું. આજે સ્થિતિ એવી છે કે દુનિયાના લગભગ ૫૧ ટકા નાસ્તામાં જ ખાવામાં આવે છે.

(10:26 am IST)