Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ભૂતપૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ શ્રીલંકા ક્રિકેટ અને તેના અધિકારીઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યુ છે : SLC

જુઠ્ઠા અને અપમાનજનક નિવેદનો આપવા બદલ SLCએ રાષ્ટ્રીય રમત પરિષદના નવા અધ્યક્ષ રણતુંગાને 2 અબજ રૂપિયાનો લેટર ઓફ ડિમાન્ડ મોકલ્યો

નવી દિલ્લી તા.16 : શ્રીલંકા ક્રિકેટની કારોબારી સમિતિ અને દેશના ભૂતપૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગા વચ્ચેનો જંગ નિર્ણાયક તબક્કામાં પહોંચ્યો છે. SLC વહીવટકારોએ ખોટા નિવેદનો કરીને ક્રિકેટ બોર્ડનું નામ બદનામ કરવા બદલ રાષ્ટ્રીય રમત પરિષદના નવા અધ્યક્ષ રણતુંગાને વળતર પેટે રૂ. બે અબજ ચૂકવવાની માગણી કરતો ડીમાન્ડ લેટર મોકલ્યો છે.

શ્રીલંકા ક્રિકેટ દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, SLC કાર્યકારી સમિતિએ સોમવારના રોજ એક તાત્કાલિક બેઠકમાં બોલાવી હતી. આ બેઠકમાં રણતુંગા દ્વારા તાજેતરમાં આપેલા એક મીડિયા ઈન્ટરવ્યુમાં 'જુઠ્ઠા, અપમાનજનક અને તોડી-મરોડીને આપેલા નિવેદનો' અંગે વ્યાપક વિચાર-વિમર્શ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભૂતપૂર્વ વિશ્વ કપ વિજેતા કેપ્ટનની સામે કાયદાકીય કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

નિવેદનમાં કહેવામાં જણાવ્યું છે કે, 'રણતુંગાએ દુર્ભાવનાપૂર્ણ ઈરાદાથી વાત કરી છે, SLCની સદ્ભાવના અને સંસ્થાને નુકસાન પહોંચાડયું છે. તેમણે શ્રીલંકા ક્રિકેટની કાર્યકારી સમિતિની સામે જૂઠ્ઠા અને માનહાનિકારક આરોપો લગાવીને જાણીજોઈને સાર્વજનિક ટીપ્પણી કરી છે.' આ કારણે કાર્યકારી સમિતિએ અર્જુન રણતુંગાને ડિમાન્ડ લેટર મોકલ્યું છે, તેમાં મોટી રકમનો દાવો કરવામાં આવ્યો છે.

રણતુંગાના ખોટા અને અપમાનજનક નિવેદનથી શ્રીલંકા ક્રિકેટ અને તેના અધિકારીઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. આ બદલ અર્જુન રણતુંગા પાસેથી 2 અબજ રૂપિયા નુકસાની તરીકે ભરપાઈ કરવાની માંગણી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અર્જુન રણતુંગાએ તે સમયે પણ શ્રીલંકા ક્રિકેટ અંગે અનેક વખત નિવેદન આપ્યું હતું, જ્યારે શ્રીલંકાને એશિયા કપની યજમાની કરવાની હતી. જો કે દેશમાં આર્થિક તંગી અને રાજકીય ઉથલપાથલના કારણે તે શક્ય બન્યું નહોતું.

(9:50 pm IST)