Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

KKRએ હોસ્પિટલ ચેઇન મેક્સ હેલ્થકેર ઇન્સ્ટિટ્યૂટમાંથી પોતાનો સંપૂર્ણ 26.8 ટકા હિસ્સો વેચીને એક્ઝિટ કરી

KKR બ્લોક ડીલ મારફતે ફર્મે મેક્સ હેલ્થકેરનો હિસ્સો રૂ. 9416.50 કરોડમાં વેચ્યો : KKRની એક્ઝિટથી કંપનીના બોર્ડની પુનઃરચના કરાશે

મુંબઇ : યુએસ પ્રાઈવેટ ઈક્વિટી મેજર KKR એ 16 ઓગસ્ટના રોજ હોસ્પિટલ ચેઈન મેક્સ હેલ્થકેરમાં તેનો સમગ્ર  26.8 ટકા હિસ્સો ટ્રાન્ઝેક્શન મારફત વેચી રૂ. 9,290 કરોડ એકત્ર કર્યા છે. હિસ્સાનું વેચાણ, બ્લોક ડીલ દ્વારા, ત્રણ તબક્કામાં થયું હતું. તો બીજી બાજુ મીડિયા રિપોર્ટ અનુસાર, આ સિંગાપુરના GIC અને ફાઇનાન્સિયલ સર્વિસિસ ફર્મ કેપિટલ ગ્રૂપે આ કંપનીના શેર ખરીદને એન્ટ્રી કરી છે.

અહેવાલ મુજબ 16 ઓગસ્ટે KKR બ્લોક ડીલ મારફતે ફર્મે મેક્સ હેલ્થકેરનો 26.8 ટકા હિસ્સો રૂ.9416.50 કરોડમાં વેચ્યો છે. કેકેઆર અને રેડિયન્ટ ગ્રૂપે વર્ષ 2018માં મેક્સ હેલ્થકેરનો 49.7ટકા હિસ્સો રૂ. 2120 કરોડમાં ખરીદ્યો હતો, અને તેના પગલે તેઓ સહ-પ્રમોટર્સ બન્યા હતા હવે કેકેઆરની એક્ઝિટથી આ કંપનીના બોર્ડની પુનઃરચના કરાશે. જૂન 2021ના અંતે કેકેઆર પસે મેક્સ હેલ્થકેરનો 47.24 ટકા હિસ્સો કે 46.63 કરોડ ઇક્વિટી શેર હતા.

અમેરિકન પીઇ ફર્મ છેલ્લા ઘણા વર્ષથી આ હોસ્પિટલ ચેઇનમાં પોતાનો હિસ્સો ઘટાડી રહી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેકેઆર એ બહાર નીકળવાની વ્યૂહરચનાના ભાગરૂપે મેક્સ હેસ્થકેરના 8.44 કરોડ શેર રૂ. 2,956 કરોડમાં વેચ્યા હતા. તો તાજેતરમાં માર્ચ 2022માં રેડિયેન્ટે પણ મેક્સ હેલ્થકેર ઇન્સ્ટિટ્યૂટનો 10 ટકા હિસ્સો રૂ. 3300 કરોડમાં વેચ્યો હતો.

(9:51 pm IST)