Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જવાહરલાલ નહેરુને નમન કર્યા તો મમતા દીદીએ સ્વતંત્ર સેનાનીઓને કોલાજ કરતી નહેરુ વગરનું ડીપી શેર કરી

નહેરુનો હંમેશા વિરોધ કરતાં વડાપ્રધાન નહેરુ પર પ્રસન્ન થયા પરંતુ દીદીએ કોંગ્રેસનો આડકતરી રીતે વિરોધ કર્યો !

નવી દિલ્લી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જવાહરલાલ નહેરુ પર અવાર-નવાર નિશાન સાધતાં હોય છે. પરંતુ સ્વતંત્રતા દિવસે કઈક અલગ જ ખેલ જોવા મળ્યું હતું. જ્યારે પ્રધાનમંત્રી મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું કે, આજે જવાહરલાલ નહેરુને નમન કરવાનો દિવસ છે. જ્યારે બીજી તરફ પશ્ચિમ બંગાળ કોંગ્રેસે તેમના ટ્વિટર ડિસ્પ્લે પિક્ચર પર જવાહરલાલ નેહરુને બાકાત રાખ્યા  હતા.

દેશની અનેકાનેક સમસ્યાઓ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રસંગોપાત નહેરુની ભૂલને જવાબદાર ગણાવતા રહે છે. તેઓ પણ તેમનું વલણ બદલીને તાજેતરમાં નહેરુ પર પ્રસન્ન થઈ ગયા છે. તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું કે, આજે જવાહરલાલ નહેરુને નમન કરવાનો દિવસ છે. દેશના વર્તમાન પીએમે દેશના પ્રથમ પીએમને વંદન કર્યા તે સ્વાભાવિક જ હોય, પરંતુ મોદીની બાબતમાં નવાઈ એટલા માટે લાગે કેમ કે તેઓ હંમેશા નહેરુને વખોડતા રહે છે. મોદી નહેરુ પર રીઝ્યા તો મમતા દીદી ખીજ્યા છે.


પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ સ્વતંત્રતા પર્વ પર તેમના ટ્વિટ્ટર હેન્ડલ પર ડીપી શેર કર્યું. એ ડીપીમાં સ્વતંત્ર સેનાનીઓનો કોલાજ હતો. કોલાજમાં અનેક સ્વતંત્રતાસેનાનીઓની તસવીર હતી, પણ નહેરુ ગાયબ હતા. ટૂંકમાં દીદી વિપક્ષના નેતા તો બનવા માગે છે, પણ કોંગ્રેસને સાથે રાખવા માગતા નથી.

(12:15 am IST)