Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

શ્રી દ્વારકાધીશ મંદિર પાર્લીન ન્યુજર્સી મુકામે 19 ઓગસ્ટના રોજ ' જન્માષ્ટમી ' ઉત્સવ ઉજવાશે : કૃષ્ણ જન્મ રાત્રે 12 -00 કલાકે : બાદમાં મટકી ફોડ કાર્યક્રમ : નંદ મહોત્સવ 20 ઓગસ્ટ 2022 શનિવારના રોજ

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : શ્રી દ્વારકાધીશ મંદિર ,717 ,વોશિંગટન રોડ ,પાર્લીન ન્યુજર્સી મુકામે ( www.dwarkadhishtemple.org ) 19 ઓગસ્ટના રોજ ' જન્માષ્ટમી ' ઉત્સવ ઉજવાશે .જે અંતર્ગત ભજન સંધ્યા આર્ટિસ્ટ્સ દેવીશા દેસાઈ ,રૂપાબેન ગાંધી ,તથા દ્રુવીશ શાહ ગ્રુપ દ્વારા ભજન સંધ્યા કાર્યક્રમ રજૂ કરાશે .

જન્માષ્ટમીના રોજ ઠાકોરજીના પંચામૃત સવારે 08 -00 વાગ્યે ,શૃંગારમાં તિલક દર્શન સવારે 10 -30 વાગ્યે ,શયન જાગરણ રાત્રે 8 -30 કલાકે ,તથા ભજન સંધ્યા રાત્રે 10 -00 થી 11 -50 કલાક સુધી રાખવામાં આવેલ છે.કૃષ્ણ જન્મ રાત્રે 12 -00 વાગ્યે થશે.કૃષ્ણ જન્મ બાદ મધરાતે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરાયું છે.જન્માષ્ટમી દર્શન બાદ મંદિર દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે.

 નંદ મહોત્સવ 20 ઓગસ્ટ 2022 શનિવારના રોજ ઉજવાશે .જે અંતર્ગત પલના દર્શન સવારે 10 -00 વાગ્યે થશે.તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.

(12:43 pm IST)