Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ભાજપ નેતાએ રાષ્‍ટ્રધ્‍વજ ઉલ્‍ટો ફરકાવ્‍યો : કેસ નોંધાયો

નવી દિલ્‍હી,તા. ૧૭ : લક્ષ્યદ્વીપમાં ભાજપના નેતા ઉપર રાષ્‍ટ્રધ્‍વજના અપમાનો કેસ દાખલ કરવામાં આવ્‍યો છે. પોલીસે ભાજપના મહાસચિવ કાસિમ વિરૂધ્‍ધ રાષ્‍ટ્રધ્‍વજ ઉલ્‍ટો ફરકાવા બદલ ગુનો દાખલ કર્યો છે. આટલુ જ નહીં પણ કાસીમે ઉલ્‍ટા રાષ્‍ટ્રધ્‍વજ સાથેની તસવીર પત્‍ની સાથે શેર કરી હતી. જેમાં રાષ્‍ટ્રધ્‍વજનો નિચેનો ભાગ ઉપર હતો. આ પોસ્‍ટ દ્વારા પોલીસે કાસિમને નોટીસ મોકલી હાજર થવા જણાવ્‍યુ હતું.

(4:17 pm IST)