Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

કોરોનાના ૯૦૬૨ નવા કેસઃ ૩૬નાં મોત

નવી દિલ્‍હી, તા.૧૭: દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૦૬૨ નવા કેસ નોંધાયા છે.  છેલ્લા ૨૪ કલાકમાં ૩૬ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૨૦૮.૫૭ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્‍યા છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૪૨,૮૬,૨૫૬ લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્‍યા છે. દેશમાં અત્‍યાર સુધી ૫,૨૭,૧૩૪ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૩૬,૫૪,૦૬૪  લોકો માત આપી ચૂક્‍યા છે. પાછલા ૨૪ કલાકમાં ૧૫,૨૨૦ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્‍યા ૧,૦૫,૦૫૮マ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્‍યતા ૦.૨૪ ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૫૭ ટકાએ છે, જયારે મૃત્‍યુદર ઘટીને ૧.૧૯ ટકા થયો છે, એમ આરોગ્‍ય મંત્રાલયે માહિતી આપી હતી.કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૩,૬૪,૦૩૮ લોકોનાં સેમ્‍પલનાં ટેસ્‍ટિંગ થયાં છે. દેશમાં અત્‍યાર સુધી ૮૮.૦૩ કરોડ કોરોનાના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૪.૩૬ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૪.૯૦ ટકા છે.દેશમાં અત્‍યાર સુધીમાં ૨,૦૮,૫૭,૧૫,૫૧  લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૨૫,૯૦,૫૫૭  લોકોને રસી આપવામાં આવી હતી.

(4:08 pm IST)