Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ઉશ્‍કેરણીજનક ડ્રેસ પહેરે તો યૌન ઉત્‍પીડનનો કેસ ન બને

કોર્ટની ટીપ્‍પણીથી થયો વિવાદ : કેરળની અદાલતે આરોપીને આગોતરા જામીન આપતાં અવલોકન કર્યુ હતું કે જો મહિલા ઉશ્‍કેરણીજનક ડ્રેસ પહેરેલી હોય તો આરોપી સામે IPCની કલમ ૩૫૪ હેઠળ જાતીય સતામણીના કેસમાં પ્રાથમિક દૃષ્ટિએ કેસ કરવામાં આવતો નથી

તિરુવનંતપુરમ, તા.૧૭: ઉત્તર કેરળના કોઝિકોડ જિલ્લાની કોર્ટની યૌન ઉત્‍પીડન કેસમાં કરવામાં આવેલી ટિપ્‍પણી પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. આરોપીને આગોતરા જામીન આપતી વખતે, કોર્ટે અવલોકન કર્યું કે જો મહિલાએ ઉશ્‍કેરણીજનક ડ્રેસ પહેર્યો હોય, તો પ્રથમ નજરે આરોપી સામે ત્‍ભ્‍ઘ્‍ની કલમ ૩૫૪ હેઠળ જાતીય સતામણીનો કેસ કરવામાં આવતો નથી. કોર્ટના આ નિર્ણય પર વિવાદ શરૂ થયો છે. ન્‍યાયાધીશો. કાર્યકર અને લેખક સિવિક ચંદ્રનને આગોતરા જામીન આપતી વખતે કળષ્‍ણકુમારે આ ટિપ્‍પણી કરી હતી. ચંદ્રન પર બે વર્ષ પહેલા એક લેખિકાની છેડતીનો આરોપ હતો.

મહિલા કાર્યકરો અને ભૂતપૂર્વ ન્‍યાયાધીશોએ કોર્ટની ટિપ્‍પણી સામે વાંધો ઉઠાવ્‍યો છે. એટલું જ નહીં, આ મામલે હવે હાઈકોર્ટે હસ્‍તક્ષેપ કરવો જોઈએ તેવી માંગ તેમના તરફથી કરવામાં આવી છે. આ સિવાય પીડિતાએ એમ પણ કહ્યું છે કે તે ટૂંક સમયમાં હાઈકોર્ટનો સંપર્ક કરશે. ચંદ્રનને જામીન આપતી વખતે, ન્‍યાયાધીશે અવલોકન કર્યું, ૅઆરોપી દ્વારા તેની અરજી સાથે આપવામાં આવેલા ફોટોગ્રાફ્‌સ પરથી એવું લાગે છે કે ફરિયાદીએ એવો ડ્રેસ પહેર્યો હતો જે ઉશ્‍કેરણીજનક હતો. તેથી, કલમ ૩૫૪ હેઠળ આરોપીઓ સામે કેસ કરવામાં આવતો નથી. તે જ સમયે, આ નિર્ણય પર સવાલ ઉઠાવતા પીડિતાના નજીકના સંબંધીઓએ કહ્યું કે તે આશ્‍ચર્યજનક છે કે સોશિયલ મીડિયામાંથી કેટલીક તસવીરો કોર્ટમાં રજૂ કરવામાં આવી.

કોર્ટે એમ પણ કહ્યું કે આ મામલામાં એફઆઈઆર નોંધવામાં વિલંબ કેમ થયો તે સામે આવવું જોઈએ. આ મામલામાં એફઆઈઆર બે વર્ષ પછી નોંધવામાં આવી છે, જ્‍યારે ઘટના ફેબ્રુઆરી ૨૦૨૦ની જણાવવામાં આવી રહી છે. ફરિયાદ નોંધાવનાર મહિલાનું કહેવું છે કે ત્‍યાં લેખકોની કોન્‍ફરન્‍સ હતી અને તે દરમિયાન આ ઘટના બની હતી. પોતાની ફરિયાદમાં મહિલાએ જણાવ્‍યું હતું કે આરોપી લેખક તેને વારંવાર ફોન કરીને હેરાન કરતો હતો. જ્‍યારે લેખકે તમામ હદો વટાવી દીધી, ત્‍યારે તેણે ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું.

કોર્ટે આરોપીની ઉંમર અને શારીરિક સ્‍થિતિનો પણ ઉલ્લેખ કર્યો છે. કોર્ટે કહ્યું, જો એવું માની લેવામાં આવે કે શારીરિક સંપર્ક થયો હતો, તો એ માનવું મુશ્‍કેલ છે કે ૭૪ વર્ષનો અને શારીરિક રીતે વિકલાંગ વ્‍યક્‍તિ કેવી રીતે કોઈને બળજબરીથી પોતાના ખોળામાં બેસાડી શકે છે અને તેના પ્રાઈવેટ પાર્ટને દબાવી શકે છે. આવા સંજોગોમાં આ કેસમાં આરોપીઓને આગોતરા જામીન આપવા જોઈએ.

(4:24 pm IST)