Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

આસામામાં ૫૦૦ રૃપિયાની શરતમાં ગળું કાપીને હત્યા

ફૂટબોલની મેચ પર શરત બાદ આઘાતજનક કૃત્ય : આ ક્રૂર કૃત્ય બાદ કપાયેલું માથું લઈને લગભગ ૨૫ કિલોમીટર દૂર પોલીસ સ્ટેશન શખ્સ ગયો અને આત્મસમર્પણ કર્યું

ગુવાહાટી, તા.૧૭ : ફૂટબોલ મેચ પર માત્ર ૫૦૦ રૃપિયાની શરતને લઈને વિવાદ બાદ આસામમાં એક વ્યક્તિઓ તેના જ ગામના એક વ્યક્તિનું ગળું કાપીને હત્યા કરી નાખી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે આ ક્રૂર કૃત્ય બાદ કપાયેલું માથું લઈને લગભગ ૨૫ કિલોમીટર દૂર પોલીસ સ્ટેશન ગયો અને આત્મસમર્પણ કર્યું હતું.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટના સોમવારે ઉત્તરી આસામના સોનિતપુર જિલ્લામાં બની હતી. જ્યારે સ્વાતંત્રતા દિવસની ઉજવણી માટે આયોજિત ફૂટબોલ મેચ પૂર્ણ થઈ હતી.

આ ઘટના અંગે પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, માર્યા ગયેલા વ્યક્તિએ થોડા સમય પહેલા કથિત હત્યારા પાસેથી ૫૦૦ રૃપિયા ઉધાર માગ્યા હતા પરંતુ તેણે ના પાડી દીધી હતી.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફૂટબોલ મેચ બાદ ઈનામ તરીકે બકરી જીતનાર આરોપી તુનીરામ માદ્રીએ બોઈલા હેમરમને તેની સાથે કતલખાને જવા કહ્યું હતું. હેમરમે ના પાડી. આ કારણે તુનીરામ માદ્રી ગુસ્સે થઈ ગયો અને તેણે હેમરામ પર હુમલો કર્યો હતો.

હેમરમની હત્યા કર્યા બાદ તુનિરામ તેનું કપાયેલું માથું લઈને ઘરે પહોંચ્યો હતો. ત્યાં તેમા મોટા ભાઈએ કથિત રીતે તેની સાથે મારપીટ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો હતો. બાદમાં તુનીરામ માદ્રી ૨૫ કિમી ચાલીને પોલીસ સ્ટેશન ગયા હતા અને માથું કાપીને આત્મસમર્પણ કર્યું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, તુનીરામે કુહાડી જેવું હથિયાર પણ પોલીસને સોંપ્યું હતું જેના વડે તેણે હેમરમની હત્યા કરી હતી.

 

 

(7:26 pm IST)