Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

કોરોના મોતના આંકમાં ભારત રહ્યું નંબર-૧

ભારતમાં કોરોના સંક્રમણનો કહેર વધ્યો :સપ્ટેમ્બરમાં કોરોનાના નવા કેસ

નવી દિલ્હી,તા.૧૭:કોરોના વાયરસ મહામારીની વિરુદ્ઘની લડાઈમાં ભારત માટે સપ્ટેમ્બર મહિનો ખરાબ સાબિત થયો છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર મહિનાના પહેલા ૧૫ દિવસમાં જે રીતે કોરોના સંક્રમણ ફેલાયું તે ચોંકાવનારું છે. ભારતમાં સપ્ટેમ્બરમાં ૧૧ દિવસમાં જ ૧૦ લાખ કોરોનાના કેસ સામે આવતાં તે નંબર ૧ પર પહોંચ્યું છે. આ પછી બીજા નંબરે અમેરિકાનો નંબર આવે છે.

ભારતમાં ૧૫ દિવસમાં ૧૩,૦૮,૯૯૧ કેસ સામે આવ્યા છે. સંયુકત રાજય અમેરિકામાં  ૫,૫૭,૬૫૭ કેસ આવ્યા છે અને બ્રાઝિલ આ યાદીમાં ત્રીજા નંબરે આવે છે. અહીં ૪,૮૩,૨૯૯ કેસ નોંધાયા છે. વાયરસના કારણે થયેલા મોતના કર્મની વાત કરીએ તો ભારતમાં ફકત ૧૫ દિવસમાં ૧૬,૩૦૭ લોકોના જીવ ગયા છે જયારે અમેરિકા અને બ્રાઝિલમાં ક્રમશઃ ૧૧, ૪૬૧ અને ૧૧, ૧૭૮ લોકોના મોત થયા છે. ૧૫ દિવસની વાત કરીએ કો ભારત ૧.૨૫ ટકાની સાથે ૮મા નંબરે છે. મુખ્ય દેશોમામં મેકિસકો, કોલંબિયા અને પેરુનો નંબર આવે છે.

ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અહીં એક જ દિવસમાં ૯૭,૮૫૬ કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના કુલ કેસ ૫૧,૧૫,૮૯૩ થયા છે જયારે એકિટવ કેસની સંખ્યા ૧૦ લાખને પાર પહોંચી ચૂકી છે.

 અત્યારે કુલ ૧૦,૦૯,૮૮૬ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. તો અન્ય તરફ અત્યાર સુધી ૪૦,૨૨,૦૪૯ લોકો સાજા થઈ ચૂકયા છે. મૃત્યુઆંકની વાત કરીએ તો ૮૩,૨૩૦ લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.

(11:22 am IST)