Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ઘર તૂટ્યું તો એવું લાગ્યું જાણે મારો રેપ થયોઃ ઉર્મિલા તો સોફટ પોર્ન સ્ટાર છેઃ કંગના

કંગનાએ કહ્યું કે, 'પોલિટિકલ પાર્ટીઓએ ઈન્ડસ્ટ્રીના કેટલાક લોકો સાથે હાથ મિલાવી લીધા છેઃ જો મને સુરક્ષા ન અપાઈ હોત તો મને મારી નાખવામાં આવી હોત

મુંબઇ,તા.૧૭:બોલિવુડ એકટ્રેસ કંગના રનૌતે બૃહદ મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની કાર્યવાહી પછી પહેલી વખત આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું. તેણે પોતાની ઓફિસમાં થયેીલ તોડફોટ પર દુઃખ વ્યકત કર્યું અને કહ્યું કે, જયારે આ ઘટના બની તો તેને લાગ્યું કે જાણે તેનો રેપ થયો છે.

કંગનાએ કહ્યું કે, 'મને મારી જાત પર વિશ્વાસ છે કે મેં જીવનની સાથે સમજૂતી નથી કરી. મારી આસપાસ જે દબાણ હતું, હું તેની સામે ઝૂકી નથી.'

સુશાંત સિંહ રાજપૂત મામલા પર કંગનાએ કહ્યું કે, 'આપણે બધાએ જોયું કે કઈ રીતે સુશાંતના પિતાએ પોલીસની ખામીઓની ફરિયાદ કરી. મેં ડ્રગ રેકેટનો ભાંડો ફોડ્યો અને હું ડરેલી હતી, એટલે મેં કેન્દ્ર પાસે સિકયોરિટી માગી. મેં મરાઠીઓ વિશે કંઈ નથી કહ્યું. પોલિટિકલ પાર્ટીઓએ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક લોકો સાથે હાથ મિલાવી લીધા. જો મને સુરક્ષા ન મળી હોત તો સાધુઓની જેમ મને પણ મારી નાખવામાં આવી હોત.'

મુંબઈની જર્ની વિશે જણાવતા કંગનાએ કહ્યું કે, 'મેં ૧૫ (વર્ષની ઉંમર)માં દ્યર છોડી દીધું હતું. પોતાના જીવનની જવાબદારી લીધી. ૨૦૧૯માં એકલી મૂવી માફિયા સામે લડી. મીડિયાના એક વર્ગ અન બોલિવુડે સુશાંત અને સારાનું બ્રેકઅપ કરાવ્યું. આ સુસાઈડ ગેંગે મને પણ ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો.'

એકટ્રેસે કહ્યું કે, 'ઘર તમારી બોડીનું ઈમોશનલ એકસટેન્શન હોય છે. મેં મારા વકીલને બોલાવ્યા, કેમકે બીએમસીએ મને સમય ન આપ્યો. તેમણે મારા દ્યરનું તાળું તોડ્યું. મારું ઘર તોડાયા બાદ લાગ્યું કે મારો રેપ થયો. એ લોકોને અધિકાર નથી કે મારી પર્સનલ વસ્તુઓ તોડે. તેમણે મારો જૂનો સોફો, જૂનું ઝૂમર, સ્પીકર્સ બધું તોડી નાખ્યું. હું વળતરની માગ કરીશ.'

કંગનાએ શિવસેના પર નિશાન સાધતા કહ્યું કે, 'પાર્ટીએ બાલાસાહેબ પાસેથી બધું જ વારસામાં મેળવ્યું, તાકાત, લોકોનો વિશ્વાસ. સેનાએ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા. હવે બાલાસાહેબના વિઝનનું શું થયું? અહીં કોણ 'મફતીયું' છે? તેમણે મારા વિશે જાત-ભાતની વાતો ફેલવાી. ઉદ્ઘવ ઠાકરેજી, કોણ મફતીયું છે? હું ઈચ્છું છું કે, સંજય રાઉત માફી માંગે.'

કંગનાએ કહ્યું કે, 'જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય તો એ અવિશ્વનીય હતું. ટોર્ચર કરાયું. ધમકીભર્યા કોલ્સ કરાયા. મને કહેવાયું કે, તને જેલમાં ધકેલી દઈશું.' તો, સંજય રાઉતના 'હરામખોર' સ્ટેટમેન્ટ પર કંગનાએ કહ્યું કે, 'હું હાઈએસ્ટ પેઈડ એકટ્રેસ છું. ૧૫થી ૨૦ કરોડ ટેકસ આપું છું. મારા કામથી ઘણા લોકોને રોજગાર મળે છ. હું મારા માટે લડી રહી છું. હું લડી રહ્યું છું જેથી બીજા લોકો પ્રેરિત થાય. હું ઘણા લોકો માટે રસ્તો ખૂલ્લો કરી રહી છું. મને ઈન્ડસ્ટ્રીમાં હેરાન કરવામાં આવી. મારી સાથે છેડછાડ કરાઈ.'

કંગનાએ કહ્યું કે, 'કરણ જોહર તો આદિત્ય ઠાકરેના ઘણા સારા દોસ્ત છે. એવામાં તેમને ખાસ સુવિધા મળે છે અને અમારી સાથે અન્યાય થાય છે, કેમકે અમે તેમની સામે અવાજ ઉઠાવ્યો છે.'

મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ ડ્રગ મામલે કંગના રનૌતની તપાસ કરવાની વાત કરી હતી. એ સવાલ પર એકટ્રેસે કહ્યું કે, 'તેમાં છુપાવવાનું શું છે. મેં મારા ઈતિહાસ વિશે વાત કરી છે. કયારેય ડ્રગ્સ નથી ખરીદ્યું. પેડલર્સનો સંપર્ક નથી કર્યો. લોકો આ અંગે ડિફેન્સિવ કેમ થઈ રહ્યા છે?'

આ સમગ્ર વિવાદમાં ઉર્મિલા માતોંડકરનું પણ નામ આવ્યું. તેણે કહ્યું કે, આ રીતે કંગના ભાજપની ટિકિટ ઈચ્છે છે. આ સવાલના જવાબ પર કંગનાએ ઉર્મિલા પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, 'મારે ટિકિટ માટે વધુ કામ કરવું નહીં પડે. તે પોતે એક સોફ્ટ પોર્ન સ્ટાર છે.'

તો, જયા બચ્ચને રાજયસભામાં આપેલા સ્ટેટમેન્ટ પર કંગનાએ કહ્યું કે, 'ડ્રગ્સ કારણે મારી કરિયર પ્રભાવિત થઈ છે. આ અંગે જયા બચ્ચનજી શું કહેશે? આંખો બંધ કરી લેનારા પણ ગુનેગાર છે.' કંગનાએ કહ્યું કે, 'જ્યારે મેં નામ લીધું તો મારા ઉપર ૬-૭ કેસ કરવામાં આવ્યા. હું સફળ થવા ઈચ્છું છું, હું જેલ નથી જવા ઈચ્છતી. બોલિવુડમાં હિરોઈનો પાસે આશા રાખવામાં આવે છે કે, તે સેટ પર પત્નીઓ જેવો વ્યવહાર કરે.'

(11:25 am IST)