Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

તમારા જેવા વડાપ્રધાન મળવા તે સૌભાગ્ય

કંગનાએ પીએમને પાઠવી શુભેચ્છા

મનાલી, તા.૧૭: આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આજે ૭૦મો જન્મદિવસ છે. પીએમ મોદીને દેશવાસીઓ વિવિધ માધ્યમોથી જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. ત્યારે બોલિવુડ એકટ્રેસ કંગના રનૌતે પણ એક વિડીયો મેસેજ દ્વારા પીએમ મોદીને બર્થ ડે પર શુભકામનાઓ આપી છે. કંગનાએ વિડીયોમાં કહ્યું કે, મોદીને જેટલો પ્રેમ મળી રહ્યો છે તેટલો ભાગ્યે જ કોઈ વડાપ્રધાનને મળ્યો હશે.

કંગનાએ વિડીયોમાં કહ્યું, 'માનનીય વડાપ્રધાનજી, આપને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. મને તમારી સાથે વાત કરવાની કયારેય તક નથી મળી. આ દેશ તમારી ખૂબ પ્રશંસા કરે છે. મને ખબર છે ઘણા અવાજો છે, ઘોંઘાટ છે. તમારી સાથે જેટલો ખરાબ વ્યવહાર થાય છે અને ખરાબ વાતો કહેવાય છે તેટલી કોઈને નહીં કહેવાતી હોય. ખાસ કરીને કોઈ વડાપ્રધાન વિશે તો ભાગ્યે જ કોઈ અભદ્ર શબ્દ અને ખોટી વાતો કરતું હશે. પરંતુ તમે ખરેખર કેવા છો તે ખૂબ ઓછા લોકો જાણે છે. જો કે, તમે જાણો છો કે આ માત્ર પ્રોપગેન્ડા છે. એક સામાન્ય ભારતીય તમારા વિશે જે અનુભવે છે, મને નથી લાગતું કે આટલું સન્માન, ભકિત અને પ્રેમ બીજા કોઈ વડાપ્રધાનને મળ્યો હશે. હું તમને માત્ર એટલું જ કહીશ કે કરોડો ભારતીયો જે સોશિયલ મીડિયા પર નથી, તેમનો અવાજ તમારા સુધી પહોંચતો નથી પરંતુ આજે એ સૌ તમારા દીર્ઘાયુની પ્રાર્થના કરી રહ્યા છે. અમે ખૂબ ભાગ્યશાળી છીએ કે અમને તમારા જેવા વડાપ્રધાન મળ્યા.'

જણાવી દઈએ કે, કંગના રનૌત હાલમાં જ મુંબઈથી મનાલી પોતાના ઘરે પરત ફરી છે અને આ વિડીયો તેણે ત્યાંથી જ રેકોર્ડ કર્યો છે. છેલ્લા થોડા દિવસથી કંગના રનૌત ખૂબ ચર્ચામાં છે. કંગના અને મહારાષ્ટ્ર સરકારનો હાલમાં થયેલો વિવાદ જગજાહેર છે. આ જ મામલે તેણે મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશયારી સાથે મુલાકાત કરી હતી. કંગના બોલિવુડ ડ્રગ્સ કનેકશન મુદ્દે બોલી રહી છે. જેને લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રી બે ભાગમાં વહેંચાઈ ગઈ છે.

કંગના ઉપરાંત એકટ્રેસ અને ભાજપ નેતા હેમા માલિનીએ પણ પીએમ મોદીને જન્મદિવસની શુભકામના પાઠવી છે. હેમા માલિનીએ ટ્વિટર પર લખ્યું, 'નવા અને આત્મનિર્ભર ભારતના સૌથી લોકપ્રિય નેતા, દેશના પ્રધાનસેવક શ્રી નરેન્દ્રભાઇ મોદીજીને જન્મદિવસની શુભકામના. તમારું સ્વાસ્થ્ય સારું રહે અને લાંબું આયુષ્ય પ્રાપ્ત થાય, જેથી ભારત માતાની સેવા કરી શકો.'

(3:28 pm IST)
  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 97.856 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 51.15.893 થઇ : એક્ટિવ કેસ 10.09.886 થયા : વધુ 82,922 દર્દીઓ સ્વસ્થ થતા 40.22.049 રિકવર થયા : વધુ 1140 લોકોના મોત : મૃત્યુઆંક 83,230 થયો access_time 1:06 am IST

  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST

  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST