Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

અલીગઢ : રાજા મહેન્દ્ર પ્રતાપના વંશજો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને આપેલી જમીન પરત માંગી

જોકે લિઝનો સમયગાળો પૂર્ણ થતાં નિયમ મુજબ જમીન ની માંગણી કરાઈ છે.

અલીગઢ : ભારત ના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સામે ચૂંટણી લડનારા અને વિજયી બનેલા રાજા મહેન્દ્ર પ્રતાપના વંશજ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને આપેલ જમીન લીઝ નો સમય પૂરો થતાં પરત માંગી છે

       તેના સંબંધમાં AMUની એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં વાઇસ ચાન્સેલર પ્રો. તારિક મંસૂરના વડપણ હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ એકેડમીની આગામી બેઠકમાં પોતાનો રિપોર્ટ રજુ કરશે.

AMU માટે જમીન 90 વર્ષ પહેલાં લીઝ પર લીધી હતી

AMUની મીટિંગમાં ચર્ચા થઇ હતી કે રાજા મહેન્દર પ્રતાપ સિંહના વંશજે યુનિવર્સિટીને પત્ર લખ્યો છે. જેમાં AMUનો ત્રિકોણીય પાર્ક અને સિટી સ્કૂલ બંને રાજાની જમીન પર બન્યા છે. યુનિવર્સિટીને જમીન 90 વર્ષ પહેલાં લીજ પર આપવામાં આવી હતી.

વંશજની AMUને કરી ઓફર

મીટિંગમાં કહેવાયું કે રાજાના વંશજ તરફથી પ્રપોઝલ મૂકાઇ છે કે ત્રિકોણીય પાર્કની જમીન તેમને પાછી દેવામાં આવે. જ્યારે તેમની જમીન પર બનેલી સિટી સ્કૂલનું નામ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામે કરી દેવામાં આવે.

જાટ રાજા મહેન્દ્ર પ્રતાપ સ્વતંત્રતા સેનાની હતા

રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્વતંત્રતા સેનાની હતા અને માર્કસવાદી વિચારશરણી ધરાવતા હતા. તેમણે અફઘાનિસ્તાનમાં ભારતીય સરકારની રચના કરી હતી. તેઓ સ્વદેશી આંદોલનમાં પણ સક્રીય હતા. સ્વતંત્રતા પછી સાંસદ પણ બન્યા હતા. ત્યારે તેમણે તત્કાલીન જનસંઘના ઉમેદવાર એટલ બિહારી વાજપેયીને હરાવ્યા હતા.

યુપીના મુખ્યમંત્રીએ 2019માં જાહેરાત કરી હતી કે AMUને જમીન દાન કરનારા રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામે અલીગઢમાં એક યુનિવર્સિટી બનાવવામાં આવશે. ત્યારે એએમયુ મેનેજમેન્ટે યુનિવર્સિટી રાજાએ આપેલી જમીન પર બની હોવાના સીએમ યોગીના દાવાને નકારી દીધો હતો.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો ઇતિહાસ

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ભારતની મુખ્ય યુનિવર્સિટીઓમાંની એક છે. જે ઉત્તર પ્રદેશના અલીગઢમાં આવેલી નિવાસીય શૈક્ષણિક સંસ્થા છે. તેની સ્થાપના 1920માં સર સૈયદ અહેમદ ખાને કરી હતી. 1921માં ભારતીય સંસદના એક કાયદાના માધ્યમથી યુનિવર્સિટીને દરજ્જો આપવામાં આવ્યો હતો. મૂળસ્વરુપે મુસ્લિમ સમાજ સુધારક સર સૈયદ અહેમદ ખાને મુસ્લિમ એન્ગ્લો ઓરિએન્ટલ કોલેજ તરીકે તેની સ્થાપના કરી હતી. અહીંથી અગ્રણી મુસ્લિમ નેતાઓ, ઉર્દૂ લેખકો અને ઉપમહાખંડના અનેક વિદ્વાનો સ્નાતક થયા છે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં 250થી વધુ પાઠ્યક્રમ

AMUમાં શિક્ષણના પારંપરિક અને આધુનિક શાખામાં 250થી વધુ પાઠ્યક્રમ ભણાવવામાં આવે છે. પોતાના સમયના સમાજ સુધારક સર સૈયદ એહેમદ ખાને આધુનિક શિક્ષણની જરુરિયાતને ધ્યાનમાં રાખી 1875માં એક સ્કૂલ શરુ કરી હતી,જે પાછળથી મુસ્લિમ એન્ગ્લો ઓરિએન્ટલ સ્કૂલ અને પછી 1920માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી બની ગઇ.

AMUમાં દરેક ધર્મ-જાતિના લોકો માટે પ્રવેશ

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)માં દરેક ધર્મ-જાતિ અને સ્ત્રી-પુરુષને પ્રવેશ મળી શકે છે. યુનિવર્સિટી વિશેષ કરીને આફ્રિકા, પશ્ચિમ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. તેમજ અહીં કેટલા અભ્યાસક્રમ માટે સાર્ક અને કેમનવેલ્થ દેશોના વિદ્યાર્થીઓ માટે બેઠકો પણ અનામત હોય છે.

(8:10 pm IST)
  • ધારાશાસ્ત્રીએ દસ લાખના : વળતરની માગણી કરી : મોટર એકલા ચલાવતી વેળાએ માસ્ક નહિ પહેરવા સબબ એક ધારાશાસ્ત્રીને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા તેમણે દિલ્હી હાઇકોર્ટમાં પડકાર ફેંકી દસ લાખ રૂપિયાના વળતરની માગણી કરી છે. access_time 7:32 pm IST

  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST

  • ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એકબાજુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અને બીજીબાજુ પથ્થરમારો : સરકારી નોકરીમાં 5 વર્ષ માટે કોન્ટ્રાકટ ઉપર ભરતી કરવાના નિર્ણય સામે વિરોધીઓતોફાને ચડ્યા : પોલીસ ઉપર પથ્થરમારો કરતા વળતા જવાબમાં પોલીસનો લાઠીચાર્જ access_time 6:35 pm IST