Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

રાજ્યના નવા મંત્રીઓની ઉંમર, સંપત્તિ અને શૈક્ષણિક લાયકાત વિશે જાણો રસપ્રદ માહિતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળની શપથવિધિ પૂર્ણ

અમદાવાદ : ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળની શપથવિધિ આજે પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આ વખતે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવતા સિનિયર નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જાણીએ આપણા નવા મંત્રીઓની કયા મતક્ષેત્રમાંથી આવે છે, તેમની શૈક્ષણિક લાયકાત કેટલી છે, તેમની ઉંમર કેટલી છે અને તેમની પાસે કેટલી સંપત્તિ છે.

મંત્રીઓના નામ ઉંમર  અભ્યાસ  સંપત્તિ
રાજેન્દ્ર ત્રિવેદી 67 LLB 6.74 કરોડ
પૃર્ણનેશ મોદી 56 B.com 1.73 કરોડ
કનુભાઈ દેસાઈ 70 LLB 4.35 કરોડ
અર્જૂનસિંહ ચૌહાણ 45 B.com 12.57 લાખ
ઋષિકેશ પટેલ 61 ડિપ્લોમાં સિવિલ ઈન્જિનિયર 6 કરોડ
નરેશ પટેલ 53 10 પાસ 1.50 કરોડ
જીતુ વાઘાણી 52 LLB 4.5 કરોડ
કિરીટ રાણા 57 10 પાસ 2.22 કરોડ
પ્રદિપ પરમાર 57 10 પાસ 23 લાખ
રાઘવજી પટેલ 63 LLB 2.65 કરોડ
મનીષા વકીલ 46 MA,B,ED 50 લાખ
હર્ષ સંઘવી 36 8 પાસ 2.12 કરોડ
બ્રિજેશ મેરજા 63 B.com 91 લાખ
જીતુ ચૌધરી 57 8 પાસ 1.20 કરોડ
જગદીશ પંચાલ 48 અંડર ગ્રેજ્યુએટ 14.75 કરોડ
મુકેશ પટેલ 51 12 પાસ 3.12 કરોડ
નિમિષા સુથાર 38 ડિપ્લોમાં ઈન્જિનિયર 35 લાખ
અરવિંદ રૈયાણી 44 8 પાસ 1.84 કરોડ
કુબેર ડિંડોર 51 Ph.D 1.5 કરોડ
કિર્તીસિંહ વાઘેલા 52 12 પાસ 53 લાખ
ગજેન્દ્ર સિંહ પરમાર 43 BA 43 લાખ
આર.સી.મકવાણા 52 10 પાસ 91 લાખ
વિનોદ મોરડિયા 54 10 પાસ 3.49 કરોડ
દેવાભાઈ માલમ 62 4 પાસ 5.23 કરોડ
(12:00 am IST)