Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

આગામી તહેવારોની સિઝનમાં ત્રીજી લહેરનો ખતરો : કેન્દ્ર સરકારે લોકોને કહ્યું સતર્ક રહેજો

વેક્સિન સ્વીકૃતિ, કોવિડ અનુકૂળ વ્યવહાર, જવાબદારી સાથે યાત્રા અને તહેવાર મનાવવાનું આહવાન

નવી દિલ્હી :કેન્દ્ર સરકારે કોરોના કેસોમાં વધારાની ચેતવણી આપીને વેક્સિન સ્વીકૃતિ, કોવિડ અનુકૂળ વ્યવહાર, જવાબદારી સાથે યાત્રા અને જવાબદારીપૂર્વક તહેવાર મનાવવાનું આહવાન કર્યું છે.

 આરોગ્ય સચિવે કહ્યું કે સરવાળે કોરોનાના કેસો સ્થિર બન્યા છે અને કેરળમાં પણ કેસોમાં ઘટાડો આવી રહ્યો છે. આગામી બે-ત્રણ મહિનામાં આપણે વધારે સતર્ક રહેવાની જરુર જેથી કરીને કેસો ન વધે, આ તહેવારોનો પણ સમય છે અને આવા સમયે જ કેસો વધતા હોય છે. તેમણે કહ્યું કે અમારી બધાને અપીલ છે કે સાવધ રહેજો અને મહામારી પ્રબંધનમાં આપણે જે લાભ મેળવ્યો છે તેને ટકી રહે તે જોવાની આપણા બધાની ફરજ છે

(12:00 am IST)