Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

દિલ્હી સ્પેશ્યલ સેલે ઝડપેલા છ આતંકીઓની તપાસમાં ગુજરાત એટીએસ પણ જોડાશે.

હવે ગુજરાત એટીએસની એક ટીમ પણ ઇન્ટ્રોગેશન કરવા ટૂંક સમયમાં દિલ્હી જશે.

નવી દિલ્હી :દિલ્હી સ્પેશિયલ સેલે દિલ્હી સહિત અલગ અલગ રાજ્યોમાંથી 6 આતંકવાદીઓ પકડ્યા છે. હવે આ પકડેલા છ આતંકવાદીઓની તપાસમાં ગુજરાત એટીએસ પણ જોડાશે. તંકવાદીઓએ તહેવાર દરમિયાન મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં મોટા પાયે હુમલા કરવાની યોજના ઘડી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

આ આતંકી પકડાયા બાદ હવે ગુજરાત એટીએસની એક ટીમ પણ ઇન્ટ્રોગેશન કરવા ટૂંક સમયમાં દિલ્હી જશે. એટીએસના સૂત્રોએ જણાવ્યું હતુ કે ટેરર ફંડીંગ અને ગુજરાતના કનેક્શન અંગે તપાસ કરવામાં આવશે.

દેશની રાજધાની દિલ્હીમાં દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના એકમે પાકિસ્તાન દ્વારા સંચાલિત ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. દિલ્હીની એક કોર્ટે બાકીના બે આતંકીઓ, ઝેશાન કમર અમીર જાવેદને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. અગાઉ ચાર આરોપી જાન મોહમ્મદ શેખ, ઓસામા, મૂળચંદ અને મોહમ્મદ અબુ બકરને 14 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આતંકવાદીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

પકડાયેલા ચાર આતંકીઓ જાન મોહમ્મદ શેખ, ઓસામા, મૂળચંદ અને મોહમ્મદ મુશીર હવે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને સોંપવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ 2 આતંકવાદીઓ પાકિસ્તાનથી તાલીમ લઈને આવ્યા હતા. આ શકમંદોની યુપી, મહારાષ્ટ્ર અને દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. આ બાજુ ગુજરાત એટીએસના સૂત્રોએ જણાવ્યું હતુ કે ટેરર ફંડીંગ અને ગુજરાતના કનેક્શન અંગે તપાસ કરવામાં આવશે.

(12:00 am IST)