Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ઉત્તર પ્રદેશના અનેક જીલ્લામાં ભારે વરસાદ:10 જીલ્લામાં રેડ અને 26 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

લખનૌ, કાનપુર સહિત ૩૦ જીલ્લામાં ભારે વરસાદ: જૌનપુરમાં છત પડતા ૩ લોકોના મોત : રામસનેહી વિસ્તારમાં દુર્ઘટનાથી ૨ લોકોના મોત

લખનૌ :ઉત્તર પ્રદેશના ઘણા જીલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. લખનૌ, કાનપુર, બારાબંકી, સુલ્તાનપુર, અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ સહિત રાજ્યના લગભગ 30 જીલ્લામાં છેલ્લા ઘણા કલાકોથી વરસાદ પડી રહ્યો છે. જૌનપુરમાં વરસાદને કારણે એક ઘર પડવાને કારણે 3 લોકોના મોત થયા છે. રામસનેહી ઘાટ વિસ્તારમાં દિવાલ પડવાને કારણે 2 લોકોના મોત થયા છે.

  વરસાદને કારણે લખનૌના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. ઘણા વિસ્તારમાં રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થયા હતા, પાણી ભરાવાને કારણે ઘણા અંડરપાસ બંધ થયા છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં વિજ વ્યવહાર ખોરવાયો છે. ભારે વરસાદને કારણે થયેલા નુકસાન વચ્ચે મૃત્યુઆંક પણ વધી શકે છે. 10 જીલ્લામાં રેડ એલર્ટ જ્યારે 26 જીલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામા આવ્યું છે.

ReplyReply to allForward

(12:00 am IST)