Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

યુપીમાં છેલ્લા ચોવીસ કલાકથી એકધારો વરસાદ : 16 લોકોના મોત : મંત્રીઓના ઘરોમાં પાણી ઘુસ્યા : સ્કૂલો અને કોલેજોમાં 2 દિવસની રજા

ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા: જનજીવનને માઠીઅસર

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને પગલે રાજ્ય સરકારે સ્કૂલો અને કોલેજોમાં 17 અને 18 તારીખે 2 દિવસની રજા જાહેર કરી દીધી છે.

યુપીના ઘણા જિલ્લાઓમાં ગુરુવારે સવારથી ભારે વરસાદ જોવા મળી રહ્યો હતો. કેટલાક જિલ્લાઓ એવા હતા જ્યાં ૧૦૦ મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં રાયબરેલી, લખનઉ, સુલતાનપુર, અયોધ્યાનો સમાવેશ થાય છે. અન્ય ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે કે રસ્તાઓ અવરોધિત છે અને લોકોને તેમના ઘરની બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે.

રાજધાની લખનઉ સહિત અનેક જિલ્લાઓમાં સતત વરસાદે એક તરફ સામાન્ય જનજીવનને ખોરવી નાખ્યું છે બીજી તરફ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં 16 લોકોના મોત થયા છે. સતત વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં રહેણાંક મકાનો જમીનદોસ્ત થઈ ગયા છે. દબાયેલી ઇજાઓને કારણે ઘણા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

આ જ સ્થિતિને ધ્યાનમાં રાખીને યુપી સરકારે તમામ શાળાઓ અને કોલેજોને બે દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ વર્ષના વરસાદે રાજ્યના ઘણા જૂના રેકોર્ડતોડી નાખ્યા છે. દિલ્હી-એનસીઆરમાં પણ આવો જ મુશળધાર વરસાદ જોવા મળ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે પણ આવો જ વરસાદ જોવા મળી શકે છે. હવે આગામી દિવસોમાં મુશ્કેલીઓ વધવાની છે.

(12:00 am IST)