Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં અનેક રોકેટ છોડવામાં આવ્યા: પાવર સ્ટેશનને નિશાન બનાવવામાં આવ્યું

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં રોકેટ હુમલા થયાના સમાચાર છે.  આ રોકેટ કાબુલ સ્થિત એક પાવર સ્ટેશન પાસે છોડવામાં આવ્યા હતા.  સ્થાનિક રહેવાસીઓએ આશંકા વ્યક્ત કરી છે કે આ રોકેટ પાવર સ્ટેશન પર પડ્યા  હશે. ઘટના અંગેની સંપૂર્ણ વિગતો હજુ સુધી બહાર આવી નથી.  તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ કાબુલમાં સ્થિતિ તંગ રહી છે.
 સ્પુટનીટ ન્યૂઝે ટોલો ન્યૂઝને ટાંકીને કહ્યું કે રોકેટ પડ્યા બાદ અત્યાર સુધી કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી.  આ રોકેટ ક્યાંથી છોડવામાં આવ્યા તે હજુ સ્પષ્ટ થયું નથી.  અગાઉ ૩૦ ઓગસ્ટના રોજ કાબુલ એરપોર્ટ પર ઓછામાં ઓછા પાંચ રોકેટ છોડવામાં આવ્યા હતા, પરંતુ મિસાઈલ સંરક્ષણ પ્રણાલીએ તેમને હવામાં નિષ્ક્રિય કરી દીધા હતા.  તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાન પર અત્યારે તાલિબાનનો કબજો છે અને ત્યાં નવી સરકાર પણ રચાઈ છે.

(12:41 am IST)