Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ઉત્તરપ્રદેશમાં મેઘપ્રલયઃ ૧૩ લોકોનાં મોત : શાળા-કોલેજો ૨ દિવસ માટે બંધ

મેઘપ્રલયની સાથે જ ઉત્તરપ્રદેશમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે : લખનઉ, પ્રયાગરાજ સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

લખનૌ,તા. ૧૭: ગુજરાત બાદ ઉત્તરપ્રદેશ પ્રદેશમાં મેઘરાજા પ્રકોપમાન થયા છે. મેલપ્રલયની સાથે જ ઉત્ત્।ર પ્રદેશમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે અત્યાર સુધી ઓછામાં ઓછાં ૧૩ લોકોનાં મોત નિપજયા હોવાની જાણકારી મળી રહી છે. મોતનો આ આંકડો વધી પણ શકે છે. અનરાધાર વરસાદને કારણે યોગી સરકાર દ્વારા બે દિવસ માટે શાળા અને કોલેજો બંધ રાખવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે.

ગુરુવારની સવારથી જ ઉત્ત્।ર પ્રદેશનાં અનેક જિલ્લાઓમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદને કારણે દિવાલ અને મકાન પડી જેવી ઘટનાઓમાં અત્યાર સુધી ૧૩ લોકોનાં મોત નિપજયા છે. જેમાં એક દુર્ઘટનામાં એક જ પરિવારના ૩ સભ્યો સહિત કુલ ૪ લોકોનાં મકાન નીચે દટાઈ જવાને કારણે મોત નિપજયા છે.

હવામાન વિભાગ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં પ્રતાપગઢ અને અયોધ્યામાં સૌથી વધારે ૨૦-૨૦ સેમી વરસાદ નોંધાયો છે. જે બાદ અમેઢીના ફુરસતગંજમાં ૧૯ સેમી વરસાદ નોંધાયો છે. તેમજ રાયબરેલીમાં ૧૭ સેમી વરસાદ નોંધાયો છે. જયારે ઉત્ત્।ર પ્રદેશની રાજધાની લખનઉમાં ૧૧ સેમી વરસાદ નોંધાયો છે. અને હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ પણ આગામી ૪૦ કલાક સુધી વરસાદ અવિરત ચાલુ જ રહેશે. બંગાળની ખાડી પર સર્જાયેલ લો પ્રેશર હાલ પ્રયાગરાજ ઉપરથી પસાર થઈ રહ્યું છે. અને આ કારણે લખનઉ, પ્રયાગરાજ, વારાણસી સહિતનાં આસપાસના વિસ્તારોમાં આગામી ૪૦ કલાક સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

સમગ્ર ઉત્ત્।ર પ્રદેશમાં મેઘપ્રકોપને કારણે યોગી સરકાર પણ એકશનમાં આવી ગઈ હતી. આકાશી આફતને કારણે યોગી સરકાર દ્વારા બે દિવસ એટલે કે ૧૭ અને ૧૮ સપ્ટેમ્બર સુધી શાળા અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બુધવાર રાતથી શરૂ થયેલાં વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક વૃક્ષ અને વીજળીનાં થાંભલા પણ ધરાશાયી થઈ ગયા છે. રેલ સેવા પણ પ્રભાવિત થઈ છે.

(10:29 am IST)