Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

જીવેત શરદઃ શતમ્‌

આજે વડાપ્રધાન મોદીનો ૭૧મો જન્‍મ દિવસ

નવી દિલ્‍હી, તા.૧૭: આજે વડાપ્રધાન મોદીનો ૭૧મો જન્‍મ દિવસ છે. આ પ્રસંગે તેમને દેશ-દુનિયામાંથી શુભેચ્‍છાઓ મળી રહેલ છે. રાજકીય પક્ષોથી લઇને સામાજીક સંગઠનો તેમને શુભકામના પાઠવી રહ્યા છે. સોશ્‍યલ મીડિયા પર લોકો બધાઇ આપી રહ્યા છે. આ પ્રસંગને ભાજપ સેવા અને સમર્પણ દિવસ તરીકે મનાવી રહેલ છે. રાષ્‍ટ્રપતિ ઉપરાષ્‍ટ્રપતિ રાજયોના મુખ્‍યમંત્રીઓ સહિત વિપક્ષી નેતાઓ તેમને શુભેચ્‍છા પાઠવી રહ્યા છે. આજે વધુમાં વધુ લોકોને વેકસીન આપવા ભાજપની યોજના છે. અત્‍યાર સુધીમાં ૭૬ કરોડને રસી અપાઇ છે. અત્રે એ નોંધનીય છે કે વડાપ્રધાન તરીકે ૭ વર્ષ અને ૧૧૩ દિવસ પૂરા કર્યા છે. સતત બે વખત બહુમતી સાથે બીન કોંગી સરકાર બનાવવાનો શ્રેય પણ તેમને જાય છે.

 

(10:46 am IST)