Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

PM મોદીને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ જન્મદિવસની પાઠવી શુભકામનાઓ

જન્મદિવસ નિમિત્ત દેશભરમાં રેકોર્ડ ૧.૫ કરોડ કોરોના રસીઓ આપવાની તૈયારીઓ

નવી દિલ્હી, તા.૧૭: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં આજે ૭૧માં જન્મદિવસ પર રેકોર્ડ રસીકરણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પ્રસંગે ૨૦ દિવસનાં મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનું નામ સેવા અને સમર્પણ અભિયાન છે. આ અભિયાન ૭ ઓકટોબરનાં રોજ સમાપ્ત થશે.

આ ઉપરાંત, જન્મદિવસ નિમિત્તે દેશભરમાં રેકોર્ડ ૧.૫ કરોડ કોરોના રસીઓ આપવાની તૈયારીઓ કરવામાં આવી છે. આ સાથે, ઘણી જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ લગાવવામાં આવ્યા છે. આ સાથે, ભાજપ આ સમયગાળા દરમિયાન વડાપ્રધાન મોદીનાં જાહેર કાર્યાલયમાં બે દાયકા પૂર્ણ થયાની ઉજવણી પણ કરશે. PM મોદી ૧૩ વર્ષ સુધી ગુજરાતનાં CM હતા અને હવે ૭ વર્ષથી PM છે. PM મોદીનાં જન્મદિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે તેમને શુભકામનાઓ પાઠવતા ટ્વીટ કર્યુ છે. તેમણે લખ્યુ કે, ભારતનાં પ્રધાનમંત્રી શ્રી @Narenarendramodi ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. મારી શુભેચ્છા છે કે આપ સ્વસ્થ રહો અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરી 'અહનિર્શ' સેવામહેની પોતાની સર્વવિદિત ભાવનાની સાથે રાષ્ટ્ર સેવાનું કાર્ય કરતા રહો.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ પણ PM મોદીને તેમના ૭૧ માં જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે ટ્વીટ કર્યુ કે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને આજે તેમના જન્મદિવસ પર મારી શુભેચ્છાઓ. તેમની અસાધારણ દૂરદ્રષ્ટિ, અનુકરણીય નેતૃત્વ અને સમર્પિત સેવાએ દેશનાં સર્વાંગી વિકાસ કર્યો છે. તેમને આગળ લાંબુ, સ્વસ્થ અને સુખી જીવનનું આશીર્વાદ મળે!

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કર્યું છે કે, ચાલો ્નવેકસીન સેવા કરીએ, જેમણે રસીનો ડોઝ નથી લીધો, તેઓ લઇ લે અને તેમને (PM મોદી) જન્મદિવસની ભેટ આપે. ભાજપનાં નેતાઓએ રાજયનાં અધિકારીઓને રસીકરણ અભિયાનનો રેકોર્ડ લક્ષ્ય હાંસલ કરવા માટે દૈનિક દર બમણો કરવા જણાવ્યું છે. આ સાથે, તેમણે તેમના આરોગ્ય સ્વયંસેવકોને એ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે આજે વધુને વધુ લોકો કોવિડ-૧૯ ની રસી મેળવે.

૭ ઓકટોબર સુધી ચાલનારા ૨૦ દિવસનાં મેગા ઇવેન્ટ દરમિયાન પાર્ટી વિશાળ સ્વચ્છતા અને રકતદાન અભિયાન ચલાવશે. વડાપ્રધાનને તેમના પ્રયાસો માટે અભિનંદન આપવા માટે પાંચ કરોડ પોસ્ટકાર્ડ મોકલશે. ભાજપે એક નિવેદનમાં કહ્યું કે, હોર્ડિંગ્સ દ્વારા મફત અનાજ અને ગરીબો માટે રસીકરણ માટે PM મોદીનો આભાર માનવો એ પણ આ જ અભિયાનનો ભાગ હશે.

(11:41 am IST)