Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

કોરોનાના ઘટતા કહેર વચ્ચે દેશના દૈનિક કેસના 68 ટકા એકલા કેરળમાં નોંધાયા : પાંચ રાજ્યોમાં 10 હજારથી વધુ એક્ટિવ કેસ

કેરળમાં 1.99 લાખથી વધુ અને મિઝોરમ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં 10,000 થી વધુ એક્ટિવ કેસ

નવી દિલ્હી : આરોગ્ય મંત્રાલય તરફથી કોરોનાને લઇને રોજ માહિતી આપવામાં આવે છે. ભારતમાં કોરોનાની સ્થિતિ વિશે માહિતી આપતા આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કેરળમાં કેસોમાં ઘટાડો થયો છે, પરંતુ દેશના દૈનિક કેસના 68 ટકા કેસ હજુ પણ કેરળના છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કેરળમાં 1.99 લાખથી વધુ એક્ટિવ કેસ છે, જ્યારે પાંચ રાજ્યો, મિઝોરમ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં 10,000 થી વધુ એક્ટિવ કેસ છે.

(12:27 pm IST)