Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

લક્ષદ્વીપ : મધ્યાહન ભોજનમાં માંસ તથા ડેરી પ્રોડક્ટ પીરસવાનું બંધ કરવાના નિર્ણયને પડકારતી અરજી કેરળ હાઇકોર્ટે ફગાવી : રાજ્ય સરકારના નીતિગત નિર્ણયમાં કોર્ટ હસ્તક્ષેપ કરી ન શકે

લક્ષદીપ : લક્ષદીપમાંઅપાતા મધ્યાહન ભોજનમાં માંસ તથા ડેરી પ્રોડક્ટ પીરસવાનું બંધ કરવાના નિર્ણયને પડકારતી અરજી કેરળ હાઇકોર્ટે ફગાવી દીધી છે. જેના કારણમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકારના નીતિગત નિર્ણયમાં કોર્ટ હસ્તક્ષેપ કરી ન શકે . તાજેતરના વહીવટી સુધારા સામે દાખલ કરવામાં આવેલી PILs નો નિકાલ હાઇકોર્ટે લક્ષદ્વીપ વહીવટની તરફેણમાં કર્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ એસ મણિકુમાર અને ન્યાયમૂર્તિ શાજી પી ચલીની ડિવિઝન બેન્ચે વહીવટીતંત્રના સુધારા સામે કાવરાટ્ટી ટાપુના રહેવાસી એડવોકેટ અજમલ અહમદની અરજી પર આ આદેશ આપ્યો હતો.

લક્ષદ્વીપ વહીવટીતંત્ર માટે કેન્દ્ર સરકારના વરિષ્ઠ સ્થાયી વકીલ એસ મનુની દલીલ કોર્ટને યોગ્ય જણાઈ હતી. જે મુજબ વહીવટ દ્વારા લેવાયેલા આવા નીતિગત નિર્ણયોમાં કોર્ટ દખલ કરી શકતી નથી.

વહીવટીતંત્રે આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો કે ડેરી ફાર્મનું કામકાજ દર વર્ષે લગભગ 1 કરોડ રૂપિયાનું મોટું નુકસાન કરે છે.

મધ્યાહન ભોજન યોજનાના મેનૂમાં ફેરફાર વિશે, એવી રજૂઆત કરવામાં આવી હતી કે નિયમોમાં નિર્ધારિત કરાયા પોષણ મૂલ્ય જાળવવાની ખાતરી કરવાની હોય છે. અને પોષણ મૂલ્ય પૂર્ણ થાય તો સરકાર દ્વારા કોઈપણ મેનૂ અપનાવી શકાય છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:14 pm IST)