Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

મુંબઇના માનખુર્દઇ વિસ્તારમાં ભીષણ આગ ભભૂકી : ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

માનખુર્દ વિસ્તારમાં સ્ક્રેપ યાર્ડમાં ભીષણ આગ લાગી

મુંબઈ : આજે  વહેલી સવારે મુંબઈના માનખુર્દ વિસ્તારમાં સ્ક્રેપ યાર્ડમાં ભીષણ આગ લાગી હતી. છ ફાયર ફાઇટરો ઘટનાસ્થળે હાજર છે. અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગે માહિતી આપી છે કે હજુ સુધી કોઈ જાનહાનિની જાણ થઈ નથી.

આ પહેલા ગુરુવારે મહારાષ્ટ્રના પુણે જિલ્લાના એક ઐદ્યોગિક વિસ્તારના એકમમાં ભીષણ આગમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમને સવારે 10.20 વાગ્યે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. આ પછી, ફાયર ફાઇટરોએ બે કલાકની મહેનત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

(1:22 pm IST)