Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

અત્યંત વિવાદાસ્પદ, વિશ્વવિખ્યાત ચિત્રકાર મકબુલ ફિદા હુસૈનનો આજે જન્મદિવસ

પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનીત

નવી દિલ્હીઃ મકબૂલ ફિદા હુસૈનનો જન્મ ૧૭ સપ્ટેમ્બર ૧૯૧પએ મહારાષ્ટ્રના  પંઢરપુરમાં એક સુલેમાની વ્હોરા પરિવાર (જે મૂળ ગુજરાતના નિવાસી  હતા.) ને ત્યાં થયો હતો. જ્યારે હુસૈન બહુ નાના હતા ત્યારે તેમની માતાનું અવસાન થઈ ગયું અને તેના પછી પિતા ઇન્દોર જતા રહયા જયાં બાળક મકબુલનું પ્રાથમીક શિક્ષણ શરૂ થયું.

  બરોડામાં એક મદ્રસામાં પ્રવાસ દરમ્યાન સુલેખન કરતા-કરતા તેમની   રૂચિ કલામાં જાગી. વીસ વરસની ઉંમરમાં હુસૈન મુંબઈ ગયા અને જે.જે.સ્કૂલ ઓફ આર્ટસમાં પ્રવેશ લઈ લીધો.

પોતાના કેરિયરના શરૂઆતી સમયમાં પૈસા કમાવવા માટે હુસૈન સિનેમાના પોસ્ટર બનાવતા હતા.પૈસાની તંગીને કારણે તે બીજા કામ પણ કરતા હતા. જેમ કે રમકડાનીફેક્ટરીમાં કામ કરવું જ્યાં તેઓને સારા પૈસા મળી જતા હતા.

ર૦૦૦માં તેમણે પ્રસિદ્ધ અદાકાર માધુરી દીક્ષિતને લઈને'ગજગામિની' નામની ફિલ્મ બનાવી.  ર૦૦૮માં એમ.એફ.હુસૈનસૌથી મોંઘા ભારતીય ચિત્રકાર બની ગયા. જ્યારે ક્રિસ્ટીઝની નિલામીમાં તેમની એક ચિત્રકલા લગભગ ૧૬ લાખ અમેરિકી ડોલરમાં વેચાયું. લંડનનો પ્રવાસ કરવા લાગ્યા. ર૦૧૦માં કતારે તેમની સામે નાગરિકતાનો પ્રસ્તાવ રાખ્યો જેનો તેમણે સ્વીકાર કરી લીધો. કતારમાંરહેતા તેમણે બે પરિયોજનાઓ પર કાર્ય કર્યું. અરબ સભ્યતાનો ઈતિહાસ  અને ભારતીય સભ્યતાનો ઈતિહાસ. પોતાના જીવનનો  અંતિમ સમય તેમણે કતાર અને  લંડનમાં રહીને વીતાવ્યો. હુસૈનની મૃત્યુ ૯ જૂન ર૦૧૧એ લંડનના રોયલ બ્રોમ્પટન હોસ્પિટલમાં હૃદયરોગનો હુમલો આવવાથી થઈ. 

હિન્દુ દેવી-દેવતાઓના અનેક ચિત્રોમાં નગ્નતાનું નિરુપણ કરી તેમણે ભારે વિવાદ સર્જેલો. તેમની સામે સતત ફોજદારી ફરીયાદો અને  હત્યાની ધમકીના પગલે તેઓએ ભારતમાંથી દેશવટો લીધેલ અને દુબઇમાં રહેતા તથા ન્યુયોર્ક-લંડનની સફર કરતાં ૯૫ વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહેલ.

પૂરૃં નામ : મકબૂલ ફિદા હુસૈન , ઉપનામ : એમ.એફ.હુસૈન, જન્મ : ૧૭ સપ્ટેમ્બર ૧૯૧પ પંઢરપુર, મહારાષ્ટ્ર , રાષ્ટ્રીયતા : ભારતીય ,કાર્યક્ષેત્ર : ચિત્રકારી, રેખા ચિત્રણ, લેખન , પુરસ્કાર : પદ્મશ્રી ૧૯પપ, પદ્મભૂષણ ૧૯૭૩, , પદ્મવિભૂષણ ૧૯૯૧, રાજા રવિ વર્મા પુરસ્કાર ર૦૦૮ ,મૃત્યુ : ૯ જૂન ર૦૧૧-લંડન 

(3:06 pm IST)