Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

નાસિકમાં મળે છે રૂ.૧૨૦૦૦ના કિલો 'ગોલ્ડન મોદક': લાડુની અન્ય ૨૫ વેરાઈટી પણ ઉપલબ્ધ

નાસિકમાં આવેલ સાગર સ્વીટસમાં ગોલ્ડન, સિલ્વર અને કાજુ જેવા અનેક પ્રકારના લાડુ મળે છે

નવી દિલ્હી, તા. ૧૭ :. મહારાષ્ટ્ર સહિત દેશના અનેક ભાગોમાં ગણેશોત્સવ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. ગણપતિદાદાને સૌથી પ્રિય મોદક છે અને ભગવાન ગણેશને ખુશ કરવા માટે તેમને મોદકનો પ્રસાદ ચડાવવામાં આવતો હોય છે.

આમ તો મોદક ઘણી સામાન્ય કિંમતે મળતા હોય છે એટલે કે ૧૦૦થી ૨૦૦ રૂ.માં તમે ખરીદી શકો છો પરંતુ એક મિઠાઈની દુકાન એવી છે જ્યાં ૧૨૦૦૦ રૂ. કિલો ગોલ્ડન મોદક મળે છે. નાસિક શહેરમાં આવેલી છે આ અનોખી દુકાન. શહેરના સાગર સ્વીટમાં આ ગોલ્ડન મોદક મળી રહ્યા છે. હાલ આ મોદક સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બનેલ છે.

આ દુકાનમાં ગોલ્ડન સિલ્વર અને કાજુ જેવા અનેક પ્રકારના મોદક મળે છે પરંતુ સૌથી મોંઘા મોદક ૧૨૦૦૦ રૂ.ના કિલો છે. અહીં મોદક ખરીદવા માટે મોટી સંખ્યામાં ભીડ આવે છે. સાગર સ્વીટસના દીપક ચૌધરી જણાવે છે કે આ વખતે અમને સારો પ્રતિસાદ મળ્યો છે. અમે ૨૫ પ્રકારના અનેક મોદક બનાવ્યા છે અને વેચાણ સારૂ છે.

(3:57 pm IST)