Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

અદાણી પાવરે વીજ ખરીદી કરાર સમાપ્ત કરી દેતા ગુજરાત ઉર્જા વિકાસ નિગમની સુપ્રીમ કોર્ટમાં ફેર અરજી : 2019 ની સાલમાં નામદાર કોર્ટે અદાણી પાવરના પગલાંને કાયદેસરનું અને માન્ય ગણાવ્યું હતું : રસ્તો કાઢવા કરાયેલી અરજીને ધ્યાને લઇ સુપ્રીમ કોર્ટની 5-જજની બેન્ચે નોટિસ જારી કરી

ન્યુદિલ્હી : અદાણી પાવરે વીજ ખરીદી કરાર સમાપ્ત કરી દેતા ગુજરાત ઉર્જા વિકાસ નિગમે સુપ્રીમ કોર્ટમાં અરજી ફેર કરી હતી. 2019 ની સાલમાં નામદાર કોર્ટે અદાણી પાવરના પગલાંને કાયદેસરનું અને માન્ય ગણાવ્યું હતું . આથી ગુજરાત ઉર્જા વિકાસ નિગમએ સુપ્રીમ કોર્ટમાં ઉપચારાત્મક અરજી કરી હતી. જેના અનુસંધાને સુપ્રીમ કોર્ટની 5-જજની બેન્ચે નોટિસ જારી કરી છે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમના અને ન્યાયમૂર્તિ યુયુ લલિત, એએમ ખાનવિલકર, બીઆર ગવઈ અને સૂર્યકાંતની ખંડપીઠે જણાવ્યું હતું કે આ અરજી કાયદાના નોંધપાત્ર પ્રશ્નો ઉભા કરે છે જેને ધ્યાનમાં લેવાની જરૂર છે.

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVL) દ્વારા અદાણી પાવર (મુન્દ્રા) લિમિટેડ વચ્ચેના કરારની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે આ અરજી કાયદાના નોંધપાત્ર પ્રશ્નો ઉભા કરે છે જેને ધ્યાનમાં લેવાની જરૂર છે.

આથી કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે 30 સપ્ટેમ્બર, 2021 ના રોજ આ મામલાને ખુલ્લી કોર્ટમાં સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવે.

નિવૃત્ત જસ્ટિસ અરુણ મિશ્રાની અધ્યક્ષતાવાળી 3-જજની બેન્ચે જુલાઈ 2019 માં અદાણી પાવર દ્વારા વીજ ખરીદી કરાર સમાપ્ત કરવાની નોટિસ કાયદેસરની અને માન્ય ગણાવી હતી.

તે ચુકાદા દ્વારા કોર્ટે અદાણી પાવરને કંપની દ્વારા GUVNL ને પૂરા પાડવામાં આવતી વીજળી માટે વળતરના દર નક્કી કરવા માટે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (CERC) નો સંપર્ક કરવાની મંજૂરી આપી હતી.

2007 માં, અદાણી પાવરે છત્તીસગઢના કોરબા સ્થિત તેના પાવર પ્રોજેક્ટમાંથી ચોક્કસ દરે 1,000 મેગાવોટ વીજળીની સપ્લાય માટે GUVNL સાથે PPA પર હસ્તાક્ષર કર્યા હતા. અને અદાણીને ગુજરાત ખનિજ વિકાસ નિગમ (GMDC) દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે તે અદાણીને કોલસો સપ્લાય કરશે.જીએમડીસીએ અદાણીને ખાતરી મુજબ કોલસો સપ્લાય કર્યો ન હતો . તેથી અદાણી પાવરે 2009 માં કરાર સમાપ્ત કરી દીધો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:19 pm IST)