Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

મેકિંગ તાલિબાન ગ્રેટ અગેન સ્લોગન લખેલ પોસ્ટર લાગ્યા

અફઘાનથી યુએસ સેનાની વાપસીથી બાઈડનની ટીકા : અમેરિકી સૈનિકોની વાપસીના નિર્ણયને ટાળવા માટે બાઈડન પર દબાણ બનાવાયુ હતુ પરંતુ તેમણે ન સાંભળ્યું

વૉશિંગ્ટન, તા.૧૭ : અફઘાનિસ્તાનથી અમેરિકાની શરમજનક વાપસી બાદ રાષ્ટ્રપતિ જો બાઈડનની ભારે ટીકા થઈ રહી છે. આ દરમિયાન તેમનુ એક પોસ્ટર ઘણુ ચર્ચામાં આવી ગયુ છે.

પોસ્ટરમાં રાષ્ટ્રપતિ તાલિબાન આતંકી વસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે. તેઓ મોટાર્ડ પકડેલા છે. પોસ્ટર પર લખ્યુ છે 'મેકિંગ તાલિબાન ગ્રેટ અગેન'.

મીડિયા રિપોર્ટ અનુસાર પેન્સિલ્વેનિયાના પૂર્વ સિનેટર સ્કૉટ વેગનરે રાષ્ટ્રપતિ જો બાઈડન વિરૂદ્ધ આ પોસ્ટર લગાવાયા છે.

તેમણે લગભગ ૧૫ હજાર ડૉલરના ખર્ચે રાજમાર્ગ પર એક ડઝનથી વધારે બિલબોર્ડ ભાડે લીધા છે અને આ પ્રકારના પોસ્ટર લગાવ્યા છે. જો બાઈડનના એક ખોટા નિર્ણયના કારણે અમેરિકાએ સમગ્ર દુનિયાની સામે શરમજનક સ્થિતિમાં મૂકાવુ પડ્યુ. આ શરમજનક સ્થિતિમાં મૂકાવુ પડ્યુ છે. આ શરમજનક સ્થિતિ વિયેતનામ કરતા પણ ખરાબ છે. તેમણે કહ્યુ કે આપ તે લોકોને શુ જવાબ આપશો, જેમણે અફઘાનિસ્તાનમાં યુદ્ધ લડ્યુ.

પૂર્વ સિનેટરે કહ્યુ કે તેઓ ટ્રમ્પના સપોર્ટર નથી. જો ટ્રમ્પ પણ આવો નિર્ણય લેતા તો પણ તે આ જ કરતા. તેમણે કહ્યુ કે અમેરિકી સૈનિકોની વાપસીના નિર્ણયને ટાળવા માટે બાઈડન પર દબાણ બનાવાયુ હતુ પરંતુ તેમણે કોઈનુ સાંભળ્યુ નહીં.

(7:31 pm IST)