Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

દેશે રસીકરણ અભિયાન ક્ષેત્રે એક નવો રેકોર્ડ સર્જ્યો : એક જ દિવસમાં બે કરોડથી વધુ રસીના ડોઝ અપાયા

સરકારને ઓક્ટોબરના મધ્ય સુધીમાં એક અબજ લોકોનું વેક્સિનેશન થવાની આશા

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીના જન્મદિવસના શુભ અવસર પાર આજે દેશે રસીકરણ અભિયાન ક્ષેત્રે એક નવો રેકોર્ડ સર્જ્યો છે. એક જ દિવસમાં પહેલીવાર બે કરોડથી પણ વધુ કોરોનાની રસી આપવામાં આવી છે. રસીકરણ અભિયાન હજી પણ ચાલી રહ્યું છે અને તમામ રાજ્યો વધુમાં વધુ લોકો કોરોના રસી લે તેવો પ્રયાસ કરી રહ્યા છે. કો-વિન પ્લેટફોર્મ મારફતે આજે 20 મિલિયનથી વધુ લોકોને રસી આપવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા છે.

કો-વિનના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં સવારથી લઈને સાંજના 5 વાગ્યા સુધી 20 મિલિયન જેટલા લોકોને રસી આપવામાં આવી છે. આ પહેલી વાર છે કે, જ્યારે એક જ દિવસમાં આટલા લોકોએ વેક્સીન લીધી હોય. સત્તાવાર સૂત્રોનું કહેવું એવું છે કે, સરકાર ઓક્ટોબરના મધ્ય સુધીમાં એક અબજ લોકોનું વેક્સિનેશન થવાની ઉમ્મીદ લગાવી રહી છે.

આ આંકડાની ગણતરીમાં પહેલો અને બીજો બંને ડોઝ શામેલ છે. શુક્રવારે રાતના 01:40 વાગ્યે વેક્સિનેશનનો આંકડો 1 કરોડ સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ આ આંકડો 1.50 કરોડ સુધી પહોંચવામાં માત્ર 100 મિનિટનો સમય લાગ્યો હતો. ત્યારબાદ સાંજના 4 વાગ્યાની આસપાસ આ આંકડો 1.75 કરોડની આસપાસ પહોંચ્યો હતો.

(7:41 pm IST)