Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

દેશને પાક અથવા તાલિબાન બનવા નહી દઉં: મુખ્યમંત્રી મમતા બેનરજીના ભાજપ પર પ્રહાર

ભાજપની નીતિ અને રાજનીતિ પર કર્યો કટાક્ષ : કહ્યું તે હંમેશા લોકોને ધાર્મિક આધાર પર વહેચવાની રાજનીતિ કરે છે.

કોલકતા : પશ્ચિમ બંગાળમાં એક વખત ફરી રાજકીય માહોલ ગરમાઇ રહ્યો છે. ભવાનીપુર પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યુ કે તે દેશને પાકિસ્તાન અથવા તાલિબાન બનવા નહી દે.

તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ કહે છે કે ભવાનીપુર બેઠક પરથી જો તૃણમૂલ કોંગ્રેસ જીતી જાય છે તો આ પાકિસ્તાન બની જશે. મમતા બેનરજીએ ભાજપને વિભાજનની રાજનીતિ કરવાના દોષી ગણાવ્યા છે.

મમતા બેનરજીએ કહ્યુ કે, મને ભાજપની નીતિ અને રાજનીતિ પસંદ નથી. તે હંમેશા લોકોને ધાર્મિક આધાર પર વહેચવાની રાજનીતિ કરે છે. નંદીગ્રામમાં ભાજપે કહ્યુ હતુ કે જો ટીએમસી ત્યા જીતે છે તો તે પાકિસ્તાન બની જશે. હવે ભવાનીપુરને લઇને પણ તે આ જ કહી રહ્યા છે, આ શરમજનક છે.

મમતા બેનરજી નંદીગ્રામથી હાર્યા બાદ હવે મુખ્યમંત્રી પદ પર બન્યા રહેવા માટે ભવાનીપુરથી પેટા ચૂંટણી લડી રહ્યા છે. પ્રચાર દરમિયાન વોટરો સાથે વાત કરતા મમતા બેનરજીએ કહ્યુ કે, હું ઇચ્છુ છુ કે મારો દેશ મજબૂત બને અને હું પોતાની પુરી તાકાતથી પોતાની માતૃભૂમિની રક્ષા કરીશ. અમે નથી ઇચ્છતા કે ભારત પણ તાલિબાનની જેમ શાસન કરનારો બને અને હું ક્યારેય દેશે પાકિસ્તાન બનવા નહી દઉં.

(8:28 pm IST)