Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ઇસ્લામિક આતંકવાદી જૂથ “ઓનલાઈન પ્રચાર દ્વારા સતત ફેલાવી રહ્યું છે જાળ : NIAની તપાસમાં ચોંકાવનારો ખુલાસો

ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લક્ષ્‍યાંક બનાવાય છે : એન્ક્રિપ્ટેડ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા વાતચીત કરે છે.

નવી દિલ્હી :  નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) એ આજે કહ્યું કે તેણે અત્યાર સુધી ઇસ્લામિક સ્ટેટ સંબંધિત ઓછામાં ઓછા 37 કેસોની તપાસ કરી છે. તાજેતરનો કેસ જૂન 2021 નો છે. એજન્સીએ જણાવ્યું કે આ 37 કેસમાં અત્યાર સુધીમાં કુલ 168 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 31 કેસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને 27 ને ટ્રાયલમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. વધુમાં એજન્સીએ કહ્યું કે તેની તપાસમાં બહાર આવ્યું છે કે ઇસ્લામિક આતંકવાદી જૂથ “ઓનલાઈન પ્રચાર દ્વારા સતત જાળી ફેલાવી રહ્યું છે.” ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લક્ષ્‍યાંક બનાવવામાં આવી રહ્યા છે.

એનઆઈએએ કહ્યું કે ઈસ્લામિક સ્ટેટની વિચારધારામાં રુચિ બતાવનારા લોકોને તેમને ઓનલાઈન હેન્ડલર્સ સાથે વાતચીત કરવા માટે લાલચ આપે છે જે વિદેશમાં હાજર છે અને એન્ક્રિપ્ટેડ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા વાતચીત કરે છે. ભ્રામકતાની ખોટી ક્ષમતાના આધારે, હેન્ડલર્સ તેનો ઉપયોગ ડિજિટલ સામગ્રી અપલોડ કરવા, આતંકવાદી જૂથ સામગ્રીનો સ્થાનિક ભાષામાં અનુવાદ, મોડ્યુલો બનાવવા, IED બનાવવા, ટીટર ફંડિંગ અને હુમલાઓ માટે કરે છે. એજન્સીએ દેશના નાગરિકોને અપીલ કરી છે કે જો તેઓ ઇન્ટરનેટ પર આવી કોઇ પ્રવૃત્તિ જુએ તો તેમને તાત્કાલિક 011-24368800 પર ફોન કરીને જાણ કરો.

અફઘાનિસ્તાનમાંથી અમેરિકા સહિતના વિદેશી સૈનિકોને પાછા ખેંચી લેતા તાલિબાન અને ઇસ્લામિક ઉગ્રવાદીઓએ તેના પર કબજો જમાવી લીધો છે. ત્યારથી ભારત જેવા પડોશી દેશોમાં તેમજ પશ્ચિમી દેશોમાં આતંકવાદનો ખતરો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

(9:38 pm IST)