Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ભાજપ ધર્મ આધારિત રાજનિતી કરતો નથી :અમે કોઈ મજલિસથી ડરતા પણ નથી : ઔવેસીના ગઢમાં અમિતભાઈ શાહની ગર્જના

દેશની વિરુદ્ધમાં જે પાર્ટીઓ બોલી રહી છે. તેને જનતા જોઈ રહી છે. જેથી 2024માં પણ જનતા એકવાર મોદી સરકારને પરત લાવશે

હૈદરાબાદ :  ગૃહમંત્રી અમિતભાઈ શહે તેલંગાણાના મુક્તિ દિવસ પર ટીઆરએસ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ખરેખરમાં કોંગ્રેસ આખા દેશમાં સમાપ્ત થવા જઈ રહી છે. તો પછી તો ટીઆરસી કેવી રીતે વિકલ્પ બની શકે. સાથેજ તેમણે કહ્યું કે તેલંગાણામાં ટીઆરએસનો વિકલ્પ માત્ર BJP હોઈ શકે છે.

વધુમાં તેમણે કહ્યુ કે અમે કોઈ મજલિસથી પણ નથી ડરતા સાથેજ કહ્યું કે જે રીતે ટીઆરએસ સરકાર કામ કરી રહી છે. તે પરથી સાબિત થાય છે કે આવનારા સમયમા આ સરકારને અહીયાથી વિદાય લેવી પડશે. ઉપરાંત તેમણે ભાજપ ધર્મ આધારિત રાજનિતી ક્યારેય નથી કરતી. અને વિકાસના જે કામો વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યા છે. તેનું પરિણામ પણ ઘણું સારુ આવશે.

આ ઉપરાંત અમિતભાઈ  શાહે કહ્યું કે દેશની વિરુદ્ધમાં જે પાર્ટીઓ બોલી રહી છે. તેને જનતા જોઈ રહી છે. જેથી 2024માં પણ જનતા એકવાર ફી મોદી સરકારને પરત લાવશે. સાથેજ તેમણે કહ્યું કે ટીઆરએસની સરકાર એવું કહે છે કે તેઓ સમાજમાં બધી રીતે વિકાસના કામો કરી રહ્યા છે. પરંતુ જનતા તેમને જોઈ રહી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે અમિતભાઈ શાહ એવું પણ બોલ્યા કે તેલંગાણામાં આજે જનતા પાસે વિકલ્પ તરીકે ભાજપ છે. સાથેજ તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર વિકાસમાં કોઈ કસર નતી છોડતી. ઉપરાંત તેમણે કહ્યું કે તેલંગાણામાં આવનારો સમય ભાજપનોજ છે. જે હૈદરાબાદ નગર નિગમની ચુટણીના પરિણામ પછી ખ્યાલ આવી જશે. સાથેજ તેમણે કહ્યું કે ઓવૈસીની પાર્ટી માત્ર સમાજને તોડવાનું કામ કરી રહી છે. જેથી જનતા પણ તેમને જરૂરથી પાઠ ભણાવશે.

(10:58 pm IST)