Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

દિલ્હીમાં કોરોનાને નાથવા કેન્દ્ર સરકાર એક્શન મોડમાં : અર્ધસૈનિક દળના 75 ડૉક્ટરો અને 300થી વધુ સ્વાસ્થ્ય કર્મીઓને એરલિફ્ટ કરાયા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વધારાના બેડ ફાળવવાની મંજૂરી

નવી દિલ્હી :દેશની રાજધાની દિલ્હીમાં જીવલેણ કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે કેન્દ્ર સરકારના આદેશ બાદ અર્ધસૈનિક દળોના સ્વાસ્થ્ય કર્મચારીઓ રવાના થઈ ચૂક્યાં છે. સોમવારે દેશના અલગ-અલગ ભાગોમાંથી 75 ડૉક્ટર સહિત 300થી વધુ સ્વાસ્થ્ય કર્મચારીઓને એરલિફ્ટ કરવામાં આવ્યાં છે. જેમાં 250 પેરામેડિકલ કર્મચારીઓ પણ સામેલ છે.

દિલ્હીમાં દિન-પ્રતિદિન વધી રહેલા કોરોનાના દર્દીઓના કારણે હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યાં છે. દિલ્હી સરકાર  તરફથી કેન્દ્રને પત્ર લખીને વધારાના બેડની ફાળવણી માટે માંગ કરવામાં આવી હતી.

એક દિવસ પહેલા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વધારાના બેડ ફાળવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે સ્વાસ્થ્ય કર્મચારીઓની કમીને દૂર કરવા માટે અર્ધસૈનિક દળોના ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફને  એરલિફ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

(10:23 am IST)