Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

સીમા વિવાદની વચ્ચે વડાપ્રધાન મોદી અને જિનપિંગ ફરી 12માં બ્રિક્સ શિખર સંમેલનમાં આમને -સામને

સંમેલનની થીમ વૈશ્વિક સ્થિરતા, સુરક્ષા અને અભિનવ વિકાસ રહેશે

નવી દિલ્હી : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિમંત્રણ પર પ્રધાનમંત્રી મોદી 12માં બ્રિક્સ(BRICS) શિખર સમ્મેલનમાં ભાગ લેશે. આ શિખર સંમેલનનું આયોજન વર્ચૂઅલ માધ્યમથી 17 નવેમ્બરના રોજ કરવામાં આવ્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિંનપિંગ, બ્રાઝિલના રાષ્ટ્રપતિ જૈર, બોલસોનારો અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભાગ લેશે.

બ્રિક્સ સમ્મેલન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે આના 2 પ્રમુખ સભ્યોની વચ્ચે સીમાં વિવાદ પોતાની ચરમ સીમા પર છે. ભારત અને ચીનની વચ્ચે મેથી જ પૂર્વ લદ્દાખની સીમા પર તણાવ જારી છે. તણાવના પરિણામ એવા રહ્યા કે બન્ને દેશના સૈન્ય વચ્ચે હિંસક અથડામણ થઈ છે. જો કે હાલ બન્ને વચ્ચે પીછે હટને લઈને કામ ચાલી રહ્યું છે.

    હાલમાં જ પ્રધાનમંત્રી  મોદી અને રાષ્ટ્રપતિ શી જિંનપિંગનો 10 નવેમ્બરે થયેલી શાંઘાઈ સહયોગ સંગઠન(એસસીઓ)ની બેઠક દરમિયાન આમનો સામનો થયો હતો. ત્યારે બ્રિક્સ સમ્મેલન બાદ એક વાર ફરી બન્ને દેશના નેતાઓનો આમનો સામનો 21 અને 22 નવેમ્બરે જી 20માં થવાનો છે.

મંત્રાલયના જણાવ્યાનુંસાર આ સંમેલનની થીમ વૈશ્વિક સ્થિરતા, સુરક્ષા અને અભિનવ વિકાસ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે બિક્સ દેશોના સંગઠનમાં 5 તેજ ગતિથી આગળ વધતા અર્થવ્યવસ્થા ધરાવતા દેશો છે. જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સામેલ છે. આ 12મી બેઠક સંયુક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠ અને કોવિડ મહામારી વચ્ચે આયોજીત કરાઈ છે. બેઠકમાં તમામ દેશો વૈશ્વિક સ્તરે મહત્વના મુદ્દા અને પરસ્પર સહયોગને લઇને ચર્ચા કરશે. વેપાર,સ્વાસ્થ્ય,ઉર્જા અને લોકોનું આદાન-પ્રદાન પર પણ ચર્ચા થશે. આ શિખર સંમેલનમાં આતંકવાદ વિરૂદ્ધ લડાઇમાં સહયોગનો મુદ્દો મહત્વનો બની રહેશે. સારી વાત એ છે કે આવતા વર્ષે એટલે કે વર્ષ 2021માં બ્રિક્સ સંમેલનની અધ્યક્ષતા ભારતને સોંપવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલા ભારત 2012થી 2016 સુધી અધ્યક્ષતા કરી ચુક્યું છે.

(10:45 am IST)