Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

ભાજપ સાંસદ રીટા બહુગુણા જોશીના પરિવારમાં શોકનો માહોલ : 6 વર્ષની પૌત્રીનું ફટાકડાથી દાઝી જવાથી મોત

દિવાળીની રાત્રે ફટાકડા ફોડતા દાઝી જવાથી દિલ્હીની એઇમ્સમાં દાખલ કરાઈ : સારવાર દરમિયાન મોતને ભેટી

દિવાળીના પાવન પર્વ પર સમગ્ર દેશમાં ધામધુમથી ઉજવણી થઈ હતી એ દરમિયાન કેટલાક અકસ્માતના સમાચાર સામે આવ્યા હતા. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનાં સાંસદ રીટા બહુગુણા જોશીની પૌત્રીનું અવસાન થયું છે. બાળકીનું ફટાકડાથી દાઝી જવાથી મોત થયુ હતુ. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકી મોતને ભેટી હતી

છ વર્ષની બાળકીના મોતના સમાચાર મળતાની સાથે જ ઘરમાં શોકનો માહોલ રચાયો હતો. સવારે બાળકીને સારવાર માટે દિલ્હી લઈ જવામાં આવી હતી.

પ્રયાગરાજથી ભાજપના સાંસદ, રીટા બહુગુણા જોશીની પૌત્રીનું  મોત નિપજતા તહેવારોમાં શોક ફેલાયો છે. રીટા બહુગુણા જોશીના  પુત્ર મયંક જોશીની 6 વર્ષની પુત્રી ફટાકડા ફોડતા દાઝી હતી. દિવાળીની રાત્રે ફટાકડા ફોડતા દાઝી હતી અને કપડામાં આગ ભભૂકી ઉઠી હતી. આ પછી બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

 

જ્યાં સારવાર દરમિયાન બાળકી મોતને ભેટી છે. કિયાનું આજે સવારે ત્રણ વાગ્યે દિલ્હીની હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. જ્યારે પ્રયાગરાજમાં કિયાની હાલત ખરાબ થવા લાગી ત્યારે તેને વધુ સારી સારવાર આપવા માટે દિલ્હી એઇમ્સ હોસ્પિટલમાં (AIIMS)લાવવામાં આવી હતી. અહીંના ડોકટરોએ તેને બચાવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા, પરંતુ તે સફળ થયા નહીં અને માસુમ કિયા મોતને ભેટી હતી.

(11:09 am IST)