Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાના પગલે પારો ૪૦ ડીગ્રી નીચે પટકાયોઃ જમ્મુ-કાશ્મીરના હાઈવે બંધઃ ગુલમર્ગમાં બે ફુટ અને પહેલગાંવમાં ૩ ફુટ સુધી બરફવર્ષા

નવી દિલ્હીઃ. દિવાળીના એક-બે દિવસ પહેલા જ વાતાવરણમાં અચાનક ફેરફાર જાવા મળી રહ્ના છે. દેશના કેટલાક ભાગોમાં વરસાદ પડયો છે. રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં બરફવર્ષા પણ જાવા મળી છે. વરસાદથી ભલે પ્રદુષણ ઓછુ થયું છે પરંતુ ઠંડીમાં વધારો થયો છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તેમજ એક ટ્રફ હિન્દ મહાસાગરથી તામિલનાડુનો દરીયા કિનારો તેમજ દક્ષિણના દરિયા સુધી ફેલાયેલ છે. જેની અસરથી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના જિલ્લાઓમાં વરસાદ, બરફવર્ષા થઈ હતી.

જમ્મુ-કાશ્મીરમાં નેશનલ હાઈવે ઉપર જવાહર ટનલ નજીક બરફવર્ષાના લીધે હાઈવેને બંધ કરી દેવામાં આવ્યો હતો. પંથિયાલ વિસ્તારમાં અવિરત વરસાદના પગલે પહાડો ઉપરથી પથ્થરો પડી રહ્ના છે. હાઈવે બંધ થવાના લીધે ટ્રાફીકજામ જાવા મળી રહ્ના છે. કાશ્મીરનું પર્યટન સ્થળ ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગાંવમાં બે દિવસથી બરફવર્ષા જારી છે. ગુલમર્ગમાં બે ફૂટ અને પહલગાંવમાં ૩ ફૂટ બરફવર્ષા પડી ચૂકયો છે. જમ્મુ-કાશ્મીરમાં માત્ર બે દિવસમાં તાપમાનનો પારો ૪૦ ડીગ્રી નીચે પટકાયો હતો.

દરમિયાન હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાના પગલે પ્રવાસીઓએ બરફવર્ષાનો આનંદ માણ્યો હતો.

(1:48 pm IST)