Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

કાશ્મીરમાં ભારે બરફ વર્ષાઃ ચાર જીલ્લાઓમાં એવલાન્સની ચેતવણી

નેશનલ હાઇવે બંધઃ ગુલમર્ગમાં ર૪ કલાકમાં ૧૯ સેમી હીમવર્ષા

જમ્મુ : જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે ગઇકાલથી ભારે હીમવર્ષાના કારણે બંધ કરાયો છે. કાશ્મીર તંત્ર દ્વારા એવલાન્સની ચેતવણી બારામુલ્લા, બંદીપોરા, કુપવારા અને ગંદેરબાલ જીલ્લા માટે જાહેર કરી છે. તંત્રના જણાવ્યા મુજબ મધ્યમ એવલાન્સની બંદીપોર અને કુપવારા માટે ચેતવણી અપાય છે., જયારે નાના એવલાન્સની ચેતવણી ગંદરબાલ અને બારામુલ્લા માટે અપાય છે. બરફવર્ષા હીમાલયન વિસ્તારના ઉપરના ક્ષેત્રમાંથી શરૂ થયુ છે.,જેમાં ગંગોત્રી, કેદારનાથ, ઔલી, બદ્રીનાથ, યમુનોત્રી અને હર્ષીલમાં રવિવાર રાતથી શરૂ થઇ છે. ગુલમર્ગમાં ૧૯ સેમી બરફ રવિવાર સુધીમાં પડી ગયો છે.

નેશનલ હાઇવેના મુધલ રોડ કે જે કાશ્મીરને દેશ સાથે  જોડનાર વૈકલ્પીક રસ્તો છે તે પણ શનીવારથી બંધ કરાયો છે.

(2:01 pm IST)