Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

ઉત્તરપ્રદેશના ૩ ભાગલા કરવા માટે ભાજપની સરકાર વિચારી રહી છે?

ઉત્તરપ્રદેશને વિભાજીત કરવાના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી શાસનના ઠરાવ ઉપર મોદી સરકાર ગંભીરતાથી વિચારી રહ્યાનું આજતકના એન્કર અને રામનાથ ગોએન્ક એવોર્ડ વિજેતા પત્રકાર ચિત્રા ત્રિપાઠીએ ટ્વીટ કરી જણાવ્યુ છે. ગૃહમંત્રાલયની વિચારણ હેઠળ રહેલ પ્રસ્તાવમાં ઉત્તરપ્રદેશને ૩ ભાગોમાં વિભાજીત કરવાની વાત કરવામાં આવી છે. (૧) એક હિસ્સામાં જૂના અવધના નકશાના ૨૦ જીલ્લા રહેશે જેનું મુખ્ય મથક લખનૌ રહેશે (૨) બુંદેલખંડના ૧૭ જીલ્લાનું મુખ્ય કેન્દ્ર પ્રયાગરાજ રહેશે અને (૩) પૂર્વાંચલના ૨૩ જીલ્લાનું કેન્દ્ર ગોરખપુર રહેશે. સહારનપુરના કેટલાક જીલ્લા ઉત્તરાખંડમાં ભેળવી દેવાય તેવી વાત છે.

(4:13 pm IST)