Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પર હશે MPLનું નામ: BCCIએ કર્યા કરાર

ભારતીય મેન્સ અને વિમેન્સ ક્રિકેટ ટીમ ઉપરાંત અંડર-19 ટીમની જર્સી હવે MPL સ્પોર્ટ્સ દ્વારા ડિઝાઇન કરાશે

મુંબઈ :ભારતીય ક્રિકેટ ટીમની જર્સી હવે MPL સ્પોર્ટ્સ દ્વારા ડિઝાઇન કરાશે અને બનાવવામાં આવશે. બીસીસીઆઈએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ માહિતી આપી હતી. બોર્ડે કહ્યું હતું કે ભારતીય મેન્સ અને વિમેન્સ ક્રિકેટ ટીમ ઉપરાંત અંડર-19 ટીમની જર્સી માટે બોર્ડે એમપીએલ સ્પોર્ટ્સ સાથે ત્રણ વર્ષનો કરાર કરેલો છે.

 ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને તે સાથે જ એમપીએલના કરારનો પ્રારંભ થશે. આ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમના ખેલાડીઓ એમપીએલ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી નવી જ ટી-શર્ટ પહેરેલા જોવા મળશે. બોર્ડના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે આ ભાગીદારી બીસીસીઆઈ અને એમપીએલને નવી ઉંચાઈ પર લઈ જશે.

(8:51 pm IST)