Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

કોરોના સંકટ વચ્ચે દેશમાંથી બિન-બાસમતી ચોખાની રેકોર્ડ બ્રેક નિકાસ થવાની ધારણા

નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં નિકાસ બમણા વૃદ્ધિમાં 50 લાખ ટને પહોંચી

નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે પણ ભારતમાંથી જંગી પ્રમાણમાં કૃષિ પેદાશોની નિકાસ થઇ છે અને આ વર્ષે બિન-બાસમતી ચોખા મુખ્ય નિકાસ થતી કૃષિ પેદાશ તરીકે ઉભરી આવી છે. મજબૂત માંગમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં બિન-બાસમતી ચોખાની નિકાસ બમણા વૃદ્ધિમાં 50 લાખ ટને પહોંચી ગઈ છે. નિકાસકારોને નિકાસ નવા ઉંચા શિખર - 100 લાખ ટનને સ્પર્શતી દેખાઇ રહી છે, કારણ કે ચીન અને બાંગ્લાદેશ જેવા ખરીદદારોએ ભારતીય અનાજ પ્રત્યે રસ દર્શાવવાનું શરૂ કર્યું છે.

આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન બિન-બાસમતી ચોખાની નિકાસ 50.7 લાખ ટન રહી છે, જે ગયા વર્ષના સમાનગાળામાં માત્ર 25 લાખ ટન હતી. મૂલ્યની દ્રષ્ટિએ, બિન-બાસમતી ચોખા આ વર્ષના પ્રથમ છ માસિકગાળામાં સૌથી વધુ નિકાસ થયેલ કૃષિ પેદાશ તરીકે ઉભરી આવી છે, જેનાથી 1.95 અબજ ડોલરની નિકાસ કમાણી થઇ છે, જે પાછલા વર્ષે 1.01 અબજ ડોલર હતી.

અલબત્ત, બાસમતી ચોખા દેશમાંથી નિકાસ કરવામાં આવતી સૌથી મોટી કૃષિ પેદાશ બની રહી છે, જેની એકસ્પોર્ટ અંદાજે 23.8 લાખ ટન (18.7 લાખ ટન) છે, જેની કિંમત 2.12 અબજ (1.99 અબજ ડોલર) છે.

કાકીનાડાના રાઇસ એક્સપોર્ટ્સ એસોસિએશનના પ્રમુખ બી.વી. કૃષ્ણા રાવે જણાવ્યું હતું કે, "બિન-બાસમતી ચોખા માટે વર્ષ 2020-21નું વર્ષ શુકનિયાળ વર્ષ રહેશે.

(9:03 pm IST)